ટોપ ન્યૂઝનેશનલ

જ્યુસ સેન્ટર ચલાવનારો 24 વર્ષિય મોહમ્મદ આશિક બન્યો ‘માસ્ટર શેફ ઇન્ડિયા 8’ નો વિજેતા

મુંબઇ: માસ્ટર શેફ ઇન્ડિયા આ કાર્યક્રમની ગ્રાન્ડ ફિનાલે હમણાં જ યોજાઇ હતી. વિકાસ ખન્ના, રણવીર બરાર અને પુજા ઢિંગરાએ આ સિઝનના જજીસ હતાં. 16મી ઓક્ટોબરે આ સ્પર્ધા શરુ થઇ હતી. આ સ્પર્ધામાં ભાગ લેનારા તમામ સ્પર્ધકોએ પોતાની કુકીંગ સ્કિલથી આખા વિશ્વના પ્રેક્ષકોનું ધ્યાન આકર્ષિત કર્યુ હતું. જ્યારે ફિનાલેમાં મહોમ્મદ આષિક નામના 24 વર્ષના યુવાને માસ્ટર શેફ 8ની ટ્રોફી પર પોતાનું નામ અંકિત કર્યુ હતું. મોહમ્મદ આશિક કર્ણાટકના મેંગલોરનો રહેવાસી છે.

એક સામાન્ય પરિવારમાં જન્મેલા મોહમ્મદની સંઘર્ષ યાત્રા મોટી છે. કર્ણાટકના મેંગલોરમાં મહોમ્મદ એક જ્યુસ સેન્ટર ચલાવે છે. માસ્ટર શેફ ઇન્ડિયાનો વિજેતા થયા બાદ મહોમ્મદ આશિકને 25 લાખ રુપિયા અને ટ્રોફી મળી હતી. મોહમ્મદ સહિત ટોપ ફોર સ્પર્ધકોમાં નામ્બી મારક, ડો. રુખસાર સઇદ અને સૂરજ થાપા હતાં.

માસ્ટર શેફ ઇન્ડિયામાં વિજેતા થયા બાદ મોહમ્મદ આશિકે જણાવ્યું હતું કે, હું માસ્ટર શેફ ઇન્ડિયાના આ પ્રવાસનો આભારી છું. એલિમિનેશનથી ટ્રોફી સુધીના આ પ્રવાસમાં મને અનેક વાતો શિખવા મળી. આ ટ્રોફી મારા માટે એક સપનું છે. આ જીત મારા એકલાની નહીં પણ જે પણ લોકો સંઘર્ષ કરી રહ્યાં છે એ બધાની છે. શેફ વિકાસ, શેફ રણવીર અને શેફ પુજાનો પણ હું આભાર માનું છું. તેઓ મારા માટે પ્રેરણા સ્ત્રોત છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મોહમ્મદ આશિક માસ્ટર શેફ ઇન્ડિયામાં ભાગ લેવા માટે પાછલાં વર્ષથી પ્રયાસ કરી રહ્યો હતો. જોકે પાછલાં સિઝનમાં તે ક્વાલિફાય થઇ શક્યો નહતો. કહેવાય છે કે સબ્ર કા ફલ મીઠા હોતા હૈ એ વાત સાચી સાબિત થઇ. આ સિઝનમાં તે માત્ર ક્વાલિફાય જ નહીં પણ વિજેતા પણ બન્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button