ટોપ ન્યૂઝનેશનલ

વડા પ્રધાન મોદીએ સોનિયા ગાંધીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી

નવી દિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી આજે એટલે કે શનિવારે તેમનો 77મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોનિયા ગાંધીને તેમના 77માં જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. વડા પ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું કે, “શ્રીમતી સોનિયા ગાંધીને જન્મદિવસની શુભેચ્છાઓ. ભગવાન તેમને લાંબુ આયુષ્ય અને સારું સ્વાસ્થ્ય આપે.”

સોનિયા ગાંધીનો જન્મ 9 ડિસેમ્બર, 1946ના રોજ ઈટાલીમાં થયો હતો. તેઓ સૌથી લાંબા સમય સુધી કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા છે. સ્વાસ્થ્યના કારણોસર તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી સક્રિય રાજકારણથી દૂર છે અને તેમના પુત્ર રાહુલ ગાંધી અને પુત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા પાર્ટીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.

વડા પ્રધાન ઉપરાંત, કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કેસી વેણુગોપાલ, અને શશિ થરૂર અને તમિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને પણ સોનિયા ગાંધી શુભેચ્છા પાઠવી હતી.

મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે સોનિયા ગાંધી હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોના અધિકારો માટે હંમેશા લડતા રહ્યા છે. તેમણે લખ્યું કે “તેઓ હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોના અધિકારોની અખંડ હિમાયતી રહ્યા છે, તેઓ હિંમત, ધીરજ અને નિઃસ્વાર્થ બલિદાન સાથે પ્રતિકૂળતા સામે લડતા પણ દયાનું પ્રતીક બની રહ્યા. હું તેમના લાંબા અને સ્વસ્થ જીવનની કામના કરું છું.”

શશી થરૂરે સોનિયા ગાંધીની પ્રશંસા કરતા કહ્યું કે તેમણે કોંગ્રેસનું ખૂબ જ નિપુણતા પૂર્વક નેતૃત્વ કર્યું અને તેના તમામ નેતાઓ અને કાર્યકરો માટે પ્રેરણા બની રહ્યા. તેમણે લખ્યું કે, “તેઓ સ્વસ્થ અને આનંદમય રહે અને પાર્ટીને માર્ગદર્શન આપવા અને આપણા દેશની સેવા કરવાનું ચાલુ રાખે.”

એમ કે સ્ટાલિને પણ સોનિયા ગાંધીના સ્વાસ્થ્યથી ભરપૂર લાંબા આયુષ્યની શુભેચ્છા પાઠવી હતી. તેમણે લખ્યું: “તેમની ગહન દ્રષ્ટિ અને અનુભવની સંપત્તિ ભારતને નિરંકુશ શક્તિઓથી બચાવવાના અમારા સંયુક્ત પ્રયાસમાં માર્ગદર્શક પ્રકાશ બની રહે.”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button