નેશનલ

મોદી વારાણસી, અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે

ભાજપે ચૂંટણી માટે ૧૯૫ ઉમેદવારના નામની યાદી જાહેર કરી

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીથી અને કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહ ગાંધીનગરથી લોકસભાની ચૂંટણી લડશે. ભાજપે લોકસભાની ચૂંટણી માટેના ૧૯૫ ઉમેદવારના નામની યાદી જાહેર કરી હતી.

લોકસભાની ચૂંટણી માટે ભાજપે ગુજરાતના ૧૫, પશ્ર્ચિમ બંગાળના ૨૦, મધ્ય પ્રદેશના ૨૪, રાજસ્થાનના ૧૫, કેરળના ૧૨, તેલંગણાના નવ, આસામના ૧૧, ઝારખંડના ૧૧, છત્તીસગઢના ૧૧ અને દિલ્હીના પાંચ ઉમેદવારના નામ શનિવારે જાહેર કર્યા હતા. તેમાં પચાસ વર્ષથી નાની વયના ૪૭ ઉમેદવાર છે, જ્યારે ૨૮ મહિલા, ૨૭ અનુસૂચિત જાતિના, ૧૮ અનુસૂચિત જનજાતિના અને ૫૭ અન્ય પછાત વર્ગના ઉમેદવાર છે.

કેન્દ્રના ૩૪ પ્રધાન, બે ભૂતપૂર્વ પ્રધાન, લોકસભાના સ્પીકરનો ૧૯૫ ઉમેદવારમાં સમાવેશ કરાયો છે. ગાંધીનગરથી
અમિત શાહ, કચ્છથી વિનોદ ચાવડા, બનાસકાંઠાથી રેખા ચૌધરી, પાટણથી ભરતસિંહ ડાભી, અમદાવાદ પશ્ર્ચિમથી દિનેશ મકવાણા, રાજકોટથી પુરુષોત્તમ રૂપાલા, પોરબંદરથી મનસુખ માંડવિયા, જામનગરથી પૂનમ માડમ, આણંદથી મિતેશ પટેલ, ખેડાથી દેવુસિંહ ચૌહાણ, દાહોદથી જશવંતસિંહ ભાભોર, ભરુચથી મનસુખ વસાવા, બારડોલીથી પ્રભુ વસાવા, પંચમહાલથી રાજપાલસિંહ જાદવ, નવસારીથી સીઆર પાટીલ તેમ જ દમણ અને દીવથી લાલુભાઇ પટેલ ભાજપના ઉમેદવાર રહેશે.

કિરણ રિજિજૂ અરુણાચલ પશ્ર્ચિમથી, ડિબ્રૂગઢથી સર્વાનંદ સોનોવાલ, છત્તીસગઢના બિલાસપુરથી તોખન સાહૂ, ઇશાન દિલ્હીથી મનોજ તિવારી, જમ્મુથી જુગલ કિશોર શર્મા, ઝારખંડના રાંચીથી સંજય શેઠ, ખૂટીથી અર્જુન મુંડા, કેરળના મલપ્પુરમથી ડૉ. અબ્દુલ સલામ, મધ્ય પ્રદેશના ગુનાથી જ્યોતિરાદિત્ય સિંધિયા, વિદિશાથી શિવરાજસિંહ ચૌહાણ, રાજસ્થાનના કોટાથી ઓમ બિડલા, તેલંગણાના કરીમનગરથી બંડી સંજય કુમાર, ઉત્તરાંખંડના ટેહરી ગઢવાલથી માલા રાજ્યલક્ષ્મી શાહ, નૈનીતાલ – ઉધમસિંહનગરથી અજય ભટ્ટ, ઉત્તર પ્રદેશના મથુરાથી હેમા માલિની, ઉન્નાવથી સાક્ષી મહારાજ, અમેઠીથી સ્મૃતિ ઇરાની, ગોરખપુરથી રવિ કિશન, પશ્ર્ચિમ બંગાળના વિષ્ણુપુરથી સૌમિત્ર ખાન, આસનસોલથી પવન સિંહને ભાજપે લોકસભાની ચૂંટણીની ટિકિટ આપી છે.

ગુજરાતના ૧૫ અને દીવ-દમણના ઉમેદવારના નામ જાહેર
ગુજરાતના ઉમેદવારો
ગાંધીનગર – અમિત શાહ
કચ્છ – વિનોદ ચાવડા
બનાસકાંઠા – રેખા ચૌધરી
પાટણ – ભરતસિંહ ડાભી
અમદાવાદ પશ્ર્ચિમ – દિનેશ મકવાણા
રાજકોટ – પુરુષોત્તમ રૂપાલા
પોરબંદર – મનસુખ માંડવિયા
જામનગર – પૂનમ માડમ
આણંદ – મિતેશ પટેલ
ખેડા – દેવુસિંહ ચૌહાણ
પંચમહાલ – રાજપાલસિંહ જાદવ
દાહોદ – જશવંતસિંહ ભાભોર
ભરુચ – મનસુખ વસાવા
બારડોલી – પ્રભુ વસાવા
નવસારી – સીઆર પાટીલ
દમણ અને દીવ – લાલુભાઇ પટેલ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત