મોદી, નાહ્યામે અબુધાબીમાં રૂપે કાર્ડ લૉન્ચ કર્યું
અબુધાબી: ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યુએઈના પ્રમુખ શેખ મોદમ્મદ બિન ઝાયદ અલ નાહ્યામે મંગળવારે અબુધાબીમાં સંયુક્ત રીતે રૂપે કાર્ડ લૉન્ચ કર્યું હતું.
અબુધાબીમાં કાર્ડની સેવા શરૂ કરવા નાયામે તેમના નામનું ઍમ્બોસિંગ ધરાવતો કાર્ડ સ્વાઈપ કર્યું હતું.
મોદીએ કહ્યું હતું કે તમારા જયવાન કાર્ડ અને અમારા યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (યુપીઆઈ) કાર્ડનો આરંભ નવા ફાઈનેન્શિયલ ટૅક યુગનો આરંભ છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી નાયામને મળ્યા હતા અને અબુધાબીમાં આ કાર્ડની સેવા શરૂ કરવાને મોટી સિદ્ધિ લેખાવી હતી.
વિદેશ ખાતા દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવ્યા અનુસાર બંને નેતાઓએ એકમેક સાથે અનેક દ્વિપક્ષી કરારની આપલે કરી હતી. આ કરારમાં ભારતના યુપીઆઈ અને યુએઈના એએએનઆઈ કાર્ડ મારફતે કરાતી ચુકવણીને લિન્ક કરવાના
કરારનો પણ સમાવેશ થતો હતો.
આ કાર્ડને કારણે બંને દેશ વચ્ચે અવરોધ વિનાના ટ્રાન્ઝેક્શનની સુવિધા ઊભી થશે.
ડોમેસ્ટિક ડેબિટ અને ક્રેડિટ કાર્ડને એકમેક સાથે લિન્ક કરવાના કરારનો પણ આમાં સમાવેશ થાય છે.
આર્થિક ક્ષેત્રમાં એકમેક સાથે સહકાર સાધવાની દિશામાં આ મહત્ત્વનું પગલું લેખાઈ રહ્યું છે.
એક દિવસ અગાઉ જ ભારતે યુપીઆઈ હવે મૉરેશિયસ અને શ્રીલંકામાં પણ ઉપલબ્ધ બનશે એવી જાહેરાત કરી હતી.
અગાઉ બે ફેબ્રુઆરીએ ભારતે પૅરિસના વિખ્યાત ઍફિલ ટાવર ખાતે ઔપચારિક રીતે યુપીઆઈ લૉન્ચ કર્યું હતું જેને યુપીઆઈને વૈશ્ર્વિક સ્તરે લઈ જવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન તરીકે લેખાવવામાં આવ્યું હતું.
અખાતના બે દેશની બે દિવસની મુલાકાત દરમિયાન મોદી મંદિરનું ઉદ્ઘાટન કરશે જે અબુધાબીનું પહેલું હિન્દુ મંદિર બનશે. મોદી ત્યાર બાદ ત્યાંથી કતારના દોહા જશે. (એજન્સી)