નેશનલ

મોદીએ એશિયન પેરા ગેમ્સના ભારતીય ખેલાડીઓ સાથે કરી મુલાકાત

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમમાં ભારતની એશિયન પેરા ગેમ્સના ભારતીય ખેલાડીઓનું સન્માન કરી તેમને સંબોધિત કર્યા હતા. દરમિયાન કેન્દ્રીય રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુર પણ હાજર રહ્યા હતા. વડા પ્રધાનને તેમની વચ્ચે જોઈને ખેલાડીઓ ખૂબ જ ઉત્સાહિત જોવા મળ્યા હતા. વડા પ્રધાને ખેલાડીઓના પ્રદર્શનની પ્રશંસા કરી હતી. ભારતીય પેરા એથ્લેટ્સે ઈતિહાસ રચ્યો હતો. ભારતીય ખેલાડીઓએ હૉંગઝોઉ એશિયન પેરા ગેમ્સમાં ૧૧૧ મેડલ જીત્યા હતા. પેરા એથ્લેટ્સે ૨૯ ગોલ્ડ, ૩૧ સિલ્વર અને ૫૧ બ્રોન્ઝ સાથે કુલ ૧૧૧ મેડલ જીત્યા હતા. વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે આ ૨૦૧૪માં એશિયન પેરા ગેમ્સમાં ભારતે જીતેલા મેડલની સંખ્યા કરતાં ૩ ગણી વધુ છે. આ વખતે અમને ૨૦૧૪ની સરખામણીમાં લગભગ ૧૦ ગણા વધુ ગોલ્ડ મેડલ મળ્યા છે, ૨૦૧૪માં અમે એકંદર પ્રદર્શનમાં ૧૫મા સ્થાને હતા પરંતુ આ વખતે તમે દેશને ટોપ પાંચમાં લાવ્યા છો. વધુમાં તેમણે કહ્યું હતું કે, જે લોકો આ રમત માટે પસંદ કરવામાં આવ્યા હતા તેમાંથી કેટલાક જીતીને પાછા આવ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker