કાઉન્ટડાઉનઃ યુદ્ધ શરૂ થયાના કેટલા દિવસ પછી સંયુક્ત રાષ્ટ્ર હસ્તક્ષેપ કરે છે, શું છે નિયમો?

પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતના આક્રમક વલણને જોઈને પાકિસ્તાન ગભરાયેલું છે. આ જ કારણ છે કે પાકિસ્તાની નેતાઓ હવે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની ધમકીઓ આપી રહ્યા છે. જોકે, આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય પાંખના વડા સાથે બેઠક કરીને યોગ્ય કાર્યવાહી કરવાનો નિર્ણય પણ ત્રણેય પાંખના વડા પર છોડવામાં આવ્યો છે, ત્યારે બંને દેશ વચ્ચેના વધુ ઘર્ષણ થઈ શકે છે. ભારતની આતંકવાદીઓ અને તેમના આકા યા સમર્થકો સામેની કાર્યવાહીને કારણે વૈશ્વિક સ્તરે વધુ બે દેશ યુદ્ધની દિશામાં પગલા પાડે તો નવાઈ રહેશે નહીં. આમ છતાં બંને દેશોને યુદ્ધની પરિસ્થિતિમાં ગરકાવ થાય નહીં તેના માટે સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુનાઈટેડ નેશન્સ) પણ મધ્યસ્થી કરે છે. જાણીએ વિગત.
પહલગામ હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ ઊભી થઈ છે. ભારત પાકિસ્તાન પર હુમલો કરી શકે છે તેવી આશંકા છે. જોકે આ કેટલું શક્ય છે તે અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી, પરંતુ ભારત સરકારે ચોક્કસપણે પાડોશી દેશ સામે કેટલાક કડક પગલાં લીધા છે, જેના કારણે બંને દેશો વચ્ચેની પરિસ્થિતિ વધુ તણાવપૂર્ણ બની ગઈ છે. અહીં એ જાણવું પણ જરૂરી છે કે જો બે દેશો વચ્ચે યુદ્ધ થાય છે, તો સંયુક્ત રાષ્ટ્ર કેટલા દિવસ પછી હસ્તક્ષેપ કરે છે. આ અંગેના નિયમો શું છે?
સંયુક્ત રાષ્ટ્રનો મુખ્ય ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય સુરક્ષા અને શાંતિ જાળવવાનો છે. બીજા વિશ્વયુદ્ધમાં થયેલા ભયંકર વિનાશને ધ્યાનમાં રાખીને સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્ર શાંતિ જાળવવા અને સંઘર્ષો અટકાવવા માટે કાર્ય કરે છે.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ, મહાસભા અને મહાસચિવ આમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. યુદ્ધ રોકવા માટે, સંયુક્ત રાષ્ટ્ર મધ્યસ્થી અને સંવાદ દ્વારા શાંતિ સ્થાપિત કરવાનો પ્રયાસ કરે છે. હા, પણ યુદ્ધ શરૂ થયા પછી તરત જ યુએનએ હસ્તક્ષેપ કરે એ જરૂરી નથી.
યુદ્ધમાં સંયુક્ત રાષ્ટ્રનો હસ્તક્ષેપ સભ્ય દેશોની સંમતિ, યુદ્ધની ગંભીરતા અને યુએન ચાર્ટરના નિયમોનું પાલન જેવા અનેક પરિબળો પર આધાર રાખે છે. યુદ્ધ દરમિયાન માનવતાવાદી સહાય પૂરી પાડવા માટે સંયુક્ત રાષ્ટ્ર ખોરાક અને તબીબી પુરવઠો, મૂળભૂત સેવાઓની આપૂર્તિ અને શરણાર્થીઓને સહાય જેવા કેટલાક તાત્કાલિક પગલાં લઈ શકે છે.
સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશન સ્થાપિત કરીને યુદ્ધ રોકવાનો પ્રયાસ કરે છે. આંતરરાષ્ટ્રીય કાયદાના નિયમો અનુસાર, સંયુક્ત રાષ્ટ્ર યુદ્ધ અટકાવવામાં મદદરૂપ સાબિત થાય છે.