કોંગ્રેસે મહાદેવનું નામ પણ ન છોડ્યુઃ મોદી
રાયપુરઃ છત્તીસગઢની કોંગ્રેસ સરકારે મહાદેવનું નામ છોડ્યું નથી. માત્ર બે દિવસ પહેલા જ રાયપુરમાં મોટી કાર્યવાહી કરવામાં આવી હતી, પૈસાનો મોટો ઢગલો મળી આવ્યો હતો. લોકો કહી રહ્યા છે કે આ પૈસા સટોડિયાઓ અને જુગારીઓના છે, જે તેમણે છત્તીસગઢના ગરીબો અને યુવાનોને લૂંટીને એકઠા કર્યા છે. કોંગ્રેસના નેતાઓ આ લૂંટના પૈસાથી ઘર ભરી રહ્યા છે. મીડિયામાં આવી રહ્યું છે કે આ પૈસા છત્તીસગઢ પહોંચી રહ્યા છે એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ છત્તિસગઢના દુર્ગમાં ચૂંટણી સભાને સંબોધતા જણાવ્યું હતું.
છત્તિસગઢમાં ચૂંટણી સભાને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભ્રષ્ટાચારના મુદ્દે મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલને ઘેર્યા હતા. તેમણે કહ્યું કે સરકાર અને મુખ્ય પ્રધાને છત્તીસગઢના લોકોને જણાવવું જોઈએ કે દુબઈમાં બેઠેલા આ કૌભાંડના આરોપીઓ સાથે તેમનો શું સંબંધ છે. આખરે આ નાણા પકડાયા બાદ મુખ્ય પ્રધાન કેમ નારાજ છે? છત્તીસગઢના ગરીબોને લૂંટવામાં આવ્યા છે, તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમની પાસેથી દરેક પૈસાનો હિસાબ લેવામાં આવશે. છત્તીસગઢની ભ્રષ્ટ સરકારે એક પછી એક કૌભાંડો કરીને તમારો વિશ્વાસ તોડ્યો છે. પીએસસી અને મહાદેવ એપ કૌભાંડ પહેલાથી જ સમાચારોમાં છે, કોંગ્રેસ સરકારના રિપોર્ટ કાર્ડમાં કૌભાંડોની કોઈ કમી નથી.