નેશનલ

ઈન્ડી ગઠબંધનના પાપ સાથે દેશ પ્રગતિ કરી શકે નહીં: મોદી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મહારાજગંજ/મોતીહારી (બિહાર): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે એવો આક્ષેપ કર્યો હતો કે ઈન્ડી ગઠબંધન ભ્રષ્ટાચાર, તુષ્ટિકરણનું રાજકારણ અને વિકૃત સનાતન ધર્મ વિરોધી વિચારધારાની સાથે છે અને તેથી તેઓ દેશની પ્રગતિ કરી શકશે નહીં. કોમવાદ, જાતીવાદ અને વંશવાદી રાજકારણ એ ગઠબંધનના બધા જ ઘટકપક્ષોમાં આ દૂષણો જોવા મળે છે અને લોકસભાની ચૂંટણીના પરિણામો ચોથી જૂને આવશે ત્યારે બધાને મોટો ફટકો પડશે.


બિહારની મહારાજગંજ અને પૂર્વ ચંપારણ બેઠક પર પ્રચારની રેલીને સંબોધતાં તેમણે કહ્યું હતું કે તેઓ કોઈ વિરાસત મુકીને જવાના નથી કેમ કે તેઓ ભારતની જનતાને જ તેમના વારસદાર માને છે.


દેશને પહેલા રાષ્ટ્રપતિ (રાજેન્દ્ર પ્રસાદ) આપનારા બિહારને ખંડણી માટે કુખ્યાત બનાવી દેવા માટે તેમણે આરજેડી-કૉંગ્રેસ ગઠબંધનની ઝાટકણી કાઢી હતી.


તેમણે નહેરુ-ગાંધી પરિવારને કૉંગ્રેસના રાજપરિવાર ગણાવીને તેમના નેતાઓ દ્વારા પંજાબ, તેલંગણા અને તામિલનાડુમાં બિહારના લોકો અંગે કરવામાં આવતા વિવાદાસ્પદ નિવેદનો પર મૌન સેવવા બદલ ઝાટકણી કાઢી હતી.


તેમણે કહ્યું હતું કે તમારો મત ફક્ત સ્થાનિક સંસદસભ્ય ચૂંટી કાઢવા માટે નથી, વડા પ્રધાનને મજબૂત કરવા માટે છે, એમ તેમણે કહ્યું હતું.

આ પણ વાંચો : જે લોકો શાંતિ અને સલામતી ઈચ્છે છે, હું તેમને કહું છું…, નરેન્દ્ર મોદી

તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે કૉંગ્રેસ બંધારણને બદલીને એસસી, એસટી અને ઓબીસીનું આરક્ષણ છીનવીને વોટ જેહાદમાં લિપ્ત લોકોને આપી દેવા માગે છે. જો આંબેડકર ન હોત તો નહેરુએ એસસી અને એસટીને માટે આરક્ષણ જ આપવા દીધું ન હોત.


વડા પ્રધાને રાહુલ ગાંધી , અખિલેશ યાદવ અને તેજસ્વી યાદવ જેવા નેતાઓને ચાંદીની ચમચી સાથે જન્મેલા કહીને આડકતરી ટીકા કરી હતી.


આ દેશ ઈન્ડી ગઠબંધનના પાપ સાથે દેશ પ્રગતિ કરી શકશે નહીં. આ લોકો ટુકડે-ટુકડે ગેંગનું પ્રતિનિધિત્વ કરે છે અને તેમની વિકૃત વિચારધારા સનાતન ધર્મ પર ઢગલો તિરસ્કાર વર્ષાવે છે. આ જ કારણ છે કે ઈન્ડી ગઠબંધન ચૂંટણીના પહેલા જ તબક્કામાં હાંફી ગયું હતું. ત્યારબાદના તબક્કામાં તેઓએ સ્થિતિ સુધારી હતી. હવે બે તબક્કા બાકી છે અને ચોથી જૂને જ્યારે પરિણામ આવશે ત્યારે વિપક્ષી ગઠબંધનના ઈરાદાઓને મોટો ઝટકો લાગશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button