ટ્રમ્પના ટેરિફ પર મોદી સરકારે આપી પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કહ્યું

નવી દિલ્હીઃ અમેરિકાએ ભારત પર 25 ટકા ટેરિફ ઝિંક્યો છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ અંગે જાહેરાત કરી હતી. તેમણે પોસ્ટમાં ભારતના રશિયા સાથે થયેલા સૈન્ય વ્યાપારિક કારોબારનો પણ ઉલ્લેખ કર્યો હતો. ટ્રમ્પે લખ્યું કે, ભારતે દંડ તો ચૂકવવો જ પડશે. ટ્રમ્પના ટેરિફ બોમ્બ બાદ ભારતના કારોબાર જગતમાં ખળભળાટ મચી ગયો છે.
વિપક્ષના અનેક સાંસદોની સાથે ઘણા વ્યાપારી સંગઠનોએ પણ પ્રતિક્રિયા આપી હતી. આ દરમિયાન અમેરિકાના ટેરિફ પર ભારત સરકારની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા એક પ્રેસ નોટ જાહેર કરવામાં આવી છે.
શું લખ્યું છે આ પ્રેસ નોટમાં
પ્રેસ નોટ મુજબ, સરકારે દ્વિપક્ષીય વેપાર પર અમેરિકાના રાષ્ટ્રપતિના નિવેદન પર ધ્યાન આપ્યું છે. સરકાર દરેક બાબતની તપાસ કરી રહી છે. ભારત અને અમેરિકા વચ્ચે છેલ્લા થોડા મહિનાથી એક નિષ્પક્ષ, સંતુલિત અને પારસ્પિક રીતે લાભદાયી દ્વીપક્ષીય વેપાર સમજૂતી પર વાતચીત થઈ રહી છે. અમે આ ઉદ્દેશ માટે પ્રતિબદ્ધ છીએ.
Taken note of US President Trump's statement on bilateral trade, studying its implications: Government
— ANI Digital (@ani_digital) July 30, 2025
Read @ANI Story | https://t.co/SZun4hl9BO#Trump #Indiangoverment #tariff pic.twitter.com/xhfO88gWO9
સરકાર તેમના ખેડૂતો, એમએસએમઈના કલ્યાણ અને સંવર્ધનને સર્વોચ્ચ મહત્ત્વ આપે છે. સરકાર રાષ્ટ્રીય હિતની રક્ષા માટે જરૂરી તમામ પગલા ભરશે. તાજેતરમાં બ્રિટન સાથે જે રીતે વેપાર સમજૂતી થઈ તેવું જ આ બાબતે થવાની અપેક્ષા છે.
આપણ વાંચો : અમેરિકાના 25 ટકા ટેરિફથી દર વર્ષે ભારતને થશે કેટલું નુકસાન?