lનવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેબિનેટ સમિતિઓની (cabinet committees) રચના કરી છે. કેબિનેટની નવી સમિતિઓમાં NDA સહયોગી TDP, JDU અને JDS સહિત ઘણી પાર્ટીઓના મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું છે. રાજનાથ સિંહની સાથે અમિત શાહ, વિદેશ મંત્રી એસ જયશંકર અને નાણા મંત્રી નિર્મલા સીતારમણને કેબિનેટની સૌથી મહત્વપૂર્ણ સુરક્ષા બાબતોની સમિતિમાં સામેલ કરવામાં આવ્યા છે.
કેન્દ્રીય કેબિનેટ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેબિનેટ કમિટીની પણ રચના કરી છે. NDAના સહયોગી TDP, JDU અને JDS સહિત અનેક પક્ષોના મંત્રીઓને કેબિનેટની નવી સમિતિઓમાં સ્થાન મળ્યું છે. જો કે કેબિનેટની નિમણૂક સમિતિમાં માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ એ બે સભ્યોનો જ સમાવેશ થાય છે. અમિત શાહને તમામ કેબિનેટ સમિતિઓમાં સામેલ કરવામાં આવ્યા છે જ્યારે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહને પણ ઘણી સમિતિઓમાં શામેલ કરવામાં આવ્યા છે.
કેબિનેટની સૌથી મહત્વપૂર્ણ સુરક્ષા બાબતોની સમિતિમાં રાજનાથ સિંહની સાથે અમિત શાહ, વિદેશમંત્રી એસ. જયશંકર અને નાણામંત્રી નિર્મલા સીતારમણને સામેલ કરવામાં આવ્યા છે. HAMના જીતનરામ માંઝી, TDPના રામમોહન નાયડુ અને ભાજપના અન્નપૂર્ણા દેવીને રાજકીય બાબતોની સમિતિમાં સભ્ય બનાવવામાં આવ્યા છે.
બોક્સ
વિવિધ સમિતિઓના સભ્યો :
કેબિનેટ નિયુક્ત સમિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહનો જ સમાવેશ કરવામાં આવ્યો છે. આર્થિક બાબતોની સમિતિમાં વડાપ્રધાન અને ગૃહમંત્રી ઉપરાંત રાજનાથ સિંહ, નીતિન ગડકરી, કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, નિર્મલા સીતારમણ, એચડી કુમારસ્વામી, એસ જયશંકર, પીયૂષ ગોયલ સહિતના નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
જ્યારે સંસદીય બાબતોની સમિતિમાં રાજનાથ સિંહ, અમિત શાહ, જેપી નડ્ડા, નિર્મલા સીતારમણ, લાલન સિંહ, ડૉ. વીરેન્દ્ર કુમાર, રામમોહન નાયડુ, જુઅલ ઓરાઓન, કિરેન રિજિજુ અને સી.આરને શામેલ કરવામાં આવ્યા છે. રાજકીય બાબતોની સમિતિમાં વડા પ્રધાન, સંરક્ષણ પ્રધાન અને ગૃહ પ્રધાન ઉપરાંત, નીતિન ગડકરી, જેપી નડ્ડા, નિર્મલા સીતારમણ, પીયૂષ ગોયલ, જીતન રામ માંઝી, સર્બાનંદ સોનોવાલ, રામ મોહન નાયડુ, ભૂપેન્દ્ર યાદવ, અન્નપૂર્ણા દેવી, કિરેન રિજિજુ અને જી. કિશન રેડ્ડીનો સમાવેશ થાય છે.
Also Read –