નેશનલ

બિહારમાં વધુ એક અમૃત ભારત ટ્રેનને મળશે ભેટ, જાણો વિશેષતા?

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહરસા-એલટીટી ટ્રેનને આપશે લીલી ઝંડી

નવી દિલ્હી/પટણાઃ ભારતીય રેલવે દ્વારા નીત નવી ટ્રેન પ્રવાસીઓની સુવિધા માટે લોન્ચ કરી રહ્યું છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 24મી એપ્રિલના બિહારના સહરસા ખાતેથી વધુ એક અમૃત ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહરસાથી લોકમાન્ય તિલક ટર્મિનસ (એલટીટી મુંબઈ) સુધીની દેશની ત્રીજી અમૃત ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. આ ટ્રેનની સાથે બિહારને બે અમૃત ભારત ટ્રેનની ભેટ મળશે.

માલદા-બેંગલુરુ વચ્ચે દોડાવાય છે અમૃત ભારત
હાલમાં અમૃત ભારત ટ્રેનો દરભંગા-આનંદ વિહાર અને માલદા ટાઉન-એસએમવીટી બેંગલુરુ વચ્ચે સફળતાપૂર્વક દોડી રહી છે. હવે સહરસાને મુંબઈ સાથે જોડતી આ નવી ટ્રેનને વર્ઝન 2.0માં અપગ્રેડ કરવામાં આવી છે, અને તે બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના પ્રવાસીઓને સુવિધા મળશે.

અમૃત ભારતની સંસ્કરણ 2.O ખાસ છે
અગાઉ બનાવેલી બે અમૃત ભારત ટ્રેન સેટ કરતાં વધુ અદ્યતન છે. પ્રવાસીઓની સુરક્ષા અને સુવિધા માટે તેમાં ઘણી નવી સુવિધાઓ ઉમેરવામાં આવી છે. સલામતીના હેતુથી પહેલી વાર ફાયર ડિટેક્શન સિસ્ટમથી સજ્જ કરી છે. ટ્રેનમાં યોગ્ય સમયે ગિયર્સ અને વ્હીલ્સનું નિરીક્ષણ કરવા માટે ઓનબોર્ડ કન્ડિશનિંગ મોનિટરિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરી છે.

સમાનતા અને સંવાદિતાનું પ્રતીક
ભારત વિવિધતાનો દેશ છે, જ્યાં તમામ વર્ગના લોકો રહે છે – કેટલાક વધુ ખર્ચ કરી શકે છે, જ્યારે કેટલાક ઓછાથી સંતુષ્ટ છે. પરંતુ ભારતીય રેલવે પ્રધાનમંત્રીના ‘સબકા સાથ, સબકા વિકાસ’ના વિઝનને સાકાર કરીને મધ્યમ વર્ગ અને અંત્યોદય વર્ગ માટે આ ટ્રેન સેવા શરૂ કરી છે. નોન-એસી ટ્રેનમાં એસી જેવી સુવિધાઓ અને ૧૩૦ કિમી પ્રતિ કલાકની ગતિ – આ ટ્રેન ભારતના વિકાસની ગાથાને આગળ ધપાવી રહી છે, કોઈને પાછળ છોડી રહી નથી.

બિહાર અને મહારાષ્ટ્રને જોડશે ટ્રેન
મુંબઈને મિની ઈન્ડિયા કહેવામાં આવતું નથી – આ શહેર દેશના ખૂણે ખૂણેથી આવેલા લોકોનું ઘર છે. બિહારના લાખો પરિવારોની આજીવિકા મુંબઈ સાથે જોડાયેલી છે. વર્ષોથી નોકરી, શિક્ષણ અને વ્યવસાય માટે મુંબઈ જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, સહરસા-એલટીટી અમૃત ભારત ટ્રેન માત્ર અંતર ઘટાડશે નહીં, પરંતુ લોકોને જોડવાનું પણ કામ કરશે.

આપણ વાંચો : અમૃત ભારત ટ્રેનમાં મુસાફરોને આંચકા નહીં લાગે, જાણો શું છે આ ટ્રેનની ખાસિયત

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button