નવી દિલ્હીઃ મોદી કેબિનેટે એગ્રીકલ્ચર, ઈનોવેશન, એજ્યુકેશન, એનર્જી સેક્ટર માટે મોટી જાહેરાત કરી હતી. ખેડૂતો માટે મોટો નિર્ણય લેતા, કેબિનેટે પ્રાકૃતિક ખેતી માટે રાષ્ટ્રીય મિશનની જાહેરાત કરી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટ બ્રીફિંગમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આ મિશન પર 2482 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે અને 1 કરોડ ખેડૂતોને તેના હેઠળ આવરી લેવામાં આવશે. આ સિવાય પ્રાકૃતિક ખેતી માટે ઇકોસિસ્ટમ બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે ભારત સરકારે સમગ્ર દેશમાં કુદરતી ખેતીને મિશન મોડમાં પ્રોત્સાહન આપવા માટે નેશનલ મિશન નેચરલ ફાર્મિંગ (NMNF) શરૂ કર્યું છે.
આ પણ વાંચો : રાજ્યસભાના સભાપતિ ધનખડ અને મલ્લિકાર્જુન ખડગે વચ્ચે કયા મુદ્દે થઈ શાબ્દિક ટપાટપી?
શું છે નેશનલ મિશન નેચરલ ફાર્મિંગ
નેશનલ મિશન નેચરલ ફાર્મિંગ ખેડૂતોને કુદરતી ખેતી પદ્ધતિઓને પ્રોત્સાહન આપવાનો હેતુ ધરાવે છે. આ મિશન ખેડૂતોને ખેતીના ઈનપુટ ખર્ચ અને બાહ્ય રીતે ખરીદેલા ખાતર પર નિર્ભરતા ઘટાડવામાં મદદ કરવા માટે બનાવવામાં આવ્યું છે. નેશનલ મિશન નેચરલ ફાર્મિંગનો ઉદ્દેશ્ય રાસાયણિક મુક્ત ખેતી પદ્ધતિઓને પ્રોત્સાહન આપવાનો છે.
કેબિનેટના અન્ય નિર્ણય
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે કેબિનેટે અરુણાચલમાં 240 મેગાવોટના હિયો હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ પાછળ 1939 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
PAN 2.O ની જાહેરાત
કેન્દ્રીય કેબિનેટે સોમવારે ઘણી મોટી જાહેરાતો કરી છે. કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે કેબિનેટ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે સરકારે PAN 2.0 ને મંજૂરી આપી છે, જે હેઠળ કાયમી એકાઉન્ટ નંબર (PAN) ને QR કોડ સાથે મફતમાં અપગ્રેડ કરવામાં આવશે. તેમણે કહ્યું કે PAN બદલાશે નહીં પરંતુ QR કાર્ડ સાથેનું નવું કાર્ડ મફતમાં મળશે.