નેશનલ

મોદીએ પોતાના ફોર્મમાં કેટલી દર્શાવી સંપતિ ? નહીં હોય ખબર

વડાપ્રધાન મોદીએ વારાણસી બેઠક પર સતત ત્રીજીવાર લોકસભા ચૂંટણીનું ફોર્મ ભર્યું. નામાંકન દાખલ કરતાં પોતાના સોગંદનામાં માં પોતાની સંપતિનું આખું વિવરણ કર્યું હતું. વડાપ્રધાન મોદી પાસે 3 કરોડની સંપતિ છે. વડાપ્રધાન મોદીએ લોકસભા ચૂંટણીમા ભાજપના ઉમેદવાર તરીકે મંગળવારે વારાણસી બેઠક પરથી પોતાનું નામાંકન દાખલ કર્યું,દરમિયાન તેમણે પોતાના સોગંદનામામાં પોતાની તમામ સંપતિનું વિવરણ કર્યું .વડાપ્રધ્ન મોદી પાસે 3 કરોડથી પણ વધુ સંપતિ છે.

વડાપ્રધાન પાસે ગાડી-બંગલો નથી

તમને જાણીને અચરજ થશે કે દેશના વડાપ્રધાન મોદી પાસે પોતાનું ઘર કે કોઈ ગાડી પણ નથી. વડાપ્રધાન પાસે 52,920 રૂપિયા રોકડા.તો સ્ટેટ બેંકની ગાંધીનગર શાખામાં 73,304 તો એસબીઆઈની જ વારાણસાઈ શાખામાં માત્ર 7 હજાર રૂપિયા જ છે. વડાપ્રધાન મોદી પાસે 2,કરોડ 85 લાખ 60 હજાર 338 રૂપિયા સ્ટેટ બેંકમાં ફિક્સ ડિપોઝિટ ( એફડી) છે

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button