Modi 3.0: કેબિનેટમાં સૌથી વૃદ્ધ અને યુવા પ્રધાન કોણ છે?, સરેરાશ ઉંમર પણ જાણો!
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિભવન (PM Narendra Modi oath ceremony & Cabinet Minister’s Average age)માં રવિવારે આયોજિત કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત શપથ લઈને દેશના વડા પ્રધાન બન્યા. વડા પ્રધાન મોદીની કેબિનેટમાં 71 પ્રધાનોઓએ શપથ લીધા.
મોદીની કેબિનેટમાં 30 પ્રધાન, પાંચ સ્વતંત્ર પ્રભાર અને 36 રાજ્યકક્ષાના પ્રધાન. મોદીના પ્રધાનમંડળમાં તમામ જૂના ચહેરાને રિપિટ કરવામાં આવ્યા છે, જ્યારે 33 નવા ચહેરાનો સમાવેશ થાય છે. સાત મહિલા સાથે રાજ્યસભાના સાંસદ નિર્મલા સિતારમણનો સમાવેશ થાય છે. સૌથી મોટો ચર્ચાનો મુદ્દો બન્યો છે, જેમાં મંત્રીમંડળમાં સરેરાશ પ્રધાનોની ઉંમર 58 છે. નવા પ્રધાનમંડળમાં સૌથી યુવા પ્રધાન 36 વર્ષના રામમોહન છે, જ્યારે 79 વર્ષના સૌથી વૃદ્ધ જીતનરામ માંઝી છે. 2019માં મોદીના બીજા કાર્યકાળમાં સરેરાશ ઉંમર 61 વર્ષ હતી, ત્યાર બાદ 2021માં મંત્રીમંડળનો વિસ્તાર કરવામાં આવ્યો ત્યારે સરેરાશ 58 વર્ષ હતી.
સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ વખતે અમિત શાહ, રાજનાથ શિંહ, નિર્મલા સિતારમણ અને એસ. જયશંકરને ફરીથી કેબિનેટમાં સ્થાન મળ્યું છે. પીયૂષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન, અશ્વિની વૈષ્ણવ, ગજેન્દ્ર શેખાવત, જ્યોતિરાદિત્ય સિંધિંયા, ભૂપેન્દ્ર યાદવ, પ્રહલાદ જોશી અને હરદીપ પુરી પણ આ વખતે રિપિટ કરવામાં આવ્યા છે, તેનાથ વિપરીત અનુરાગ ઠાકર, પુરુષોત્તમ રુપાલા, રાજીવ ચંદ્રશેખર, નારાયણ રાણે વગેરેને બાકાત રાખવામાં આવ્યા છે.
મોદી સરકારની કેબિનેટના પ્રધાનોની સરેરાશ ઉંમર 58.70 વર્ષ છે, જેમાં સૌથી વૃદ્ધ પ્રધાન 79 વર્ષના જિતનરામ માંઝી છે, જ્યારે 36 વર્ષના રામમોહન નાયડુ, 37 વર્ષનાં રક્ષા ખડસે છે. કેબિનેટમાં નવા 12થી વધુ ચહેરાની ઉંમર 70 વર્ષથી વધુ છે. આ ઉપરાંત, રાવ ઈન્દ્રજિત સિંહ (74), રામનાથ ઠાકુર (73), વી. સોમન્ના (73), ગિરિરાજ સિંહ (72), રાજનાથ સિંહ (72), હરદીપ સિંહ પુરી (72), શ્રીપદ નાયક (71), ડો. વિરેન્દ્ર કુમાર (70), મનોહર લાલ (70), અર્જુન રામ મેઘવાલ (70), ભાગીરથ ચૌધરી (70)નો સમાવેશ થાય છે. ઉપરાંત, 60થી વધુ ઉંમરના 23, પચાસથી વધુ ઉમરના 20, જ્યારે 40થી વધુ ઉંમરના 14 તેમ જ 30થી વધુ ઉંમરના બે પ્રધાનનો સમાવેશ થાય છે.