
અમદાવાદઃ ઓપરેશન સિંદૂર બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ સર્જાયો હતો. આ દરમિયાન ગુજરાત સહિત દેશભરમાં મોક ડ્રીલ કરવામાં આવી હતી. સિવિલ ડિફેન્સ દ્વારા પાકિસ્તાન સરહદ સાથે જોડતાં દેશના ચાર રાજ્યોમાં આવતીકાલે મોક ડ્રીલનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને જમ્મુ-કાશ્મીરમાં સાંજે 5 થી 8 વાગ્યા સુધી મોક ડ્રીલ યોજાશે. આ દરમિયાન લોકોને ભયભીત ન થવાની સલાહ આપવામાં આવી છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે 3300 કિલોમીટરથી વધારે લાંબી સરહદ છે. જમ્મુ-કાશ્મીરને જોડતી સરહદ એલઓસી કહેવાય છે. અહીં વારંવાર પાકિસ્તાન ફાયરિંગ અને ઘૂસણખોરી કરે છે. જ્યારે પંજાબ, રાજસ્થાન અને ગુજરાતને જોડતી સરહદ ઈન્ટરનેશનલ બોર્ડર કહેવાય છે. ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાને આ રાજ્યોના વિવિધ શહેરોને નિશાન બનાવવાની કોશિશ કરી હતી, જોકે ભારતીય સેનાએ પાકિસ્તાનના તમામ ઈરાદા પર પાણી ફેરવી દીધું હતું.
આ પણ વાંચો: પાણી પહેલા પાળઃ મુંબઈ, દિલ્હી, બેંગલુરુ સહિત ગુજરાતના 18 જિલ્લામાં મોક ડ્રીલ
આ પહેલા કેન્દ્ર સરકારે પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે 7 મેના રોજ દેશના 244 જિલ્લામાં મોક ડ્રીલનો આદેશ આપ્યો હતો. પરંતુ ભારતે 6-7 મેની રાત્રે જ પાકિસ્તાનના આતંકી ઠેકાણા પર સૈન્ય કાર્યવાહી કરી હતી.
સિવિલ મોક ડ્રિલમાં કોણ કોણ ભાગ લે છે?
- જિલ્લા મેજિસ્ટ્રેટ
- સ્થાનિક વહીવટ
- સિવિલ ડિફેન્સ વોર્ડન
- પોલીસમેન
- હોમગાર્ડ્સ
- કોલેજ-સ્કૂલનો વિદ્યાર્થી
- રાષ્ટ્રીય કેડેટ કોર્પ્સ
- રાષ્ટ્રીય સેવા યોજના
- નેહરુ યુવા કેન્દ્ર સંગઠન