સેના પર આતંકી હુમલા બાદ પૂંછમાં ઈન્ટરનેટ સેવા બંધ….
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં આતંકવાદીઓના હુમલામાં પાંચ જવાનોના શહીદ થવાની ઘટના બાદ સેના અને એજન્સીઓ સંપૂર્ણપણે એલર્ટ પર છે. નોંધનીય છે કે આતંકવાદીઓએ ઓપરેશન માટે જઈ રહેલા જવાનોના વાહનો પર હુમલો કર્યો હતો, જેમાં પાંચ જવાનો શહીદ થયા હતા.
આ હુમલા બાદ સેનાએ ઓપરેશન શરૂ કરી દીધું છે. અને એપરેશન હેઠળ રાજૌરી અને પૂંછમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. આતંકવાદીઓ હાલમાં વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કરી રહ્યા છે. આ કારણોસર તે વારંવાર જગ્યાઓ બદલી રહ્યો છે અને તેના કારણે સુરક્ષા દળો તેમના સુધી પહોંચી શકતા નથી. ત્યારે ઈન્ટરનેટ બંધ કરવાથી આતંકવાદીઓ ગમે તે જંગલમાં હોય મદદ વગર આગળ વધી શકશે નહીં. ઇન્ટરનેટ સેવા બંધ કરવાથી સેનાને આતંકવાદીઓને શોધવામાં સરળતા રહેશે.
નોંધનીય છે કે આતંકવાદીઓ લગભગ બે મહિનાથી સેનાના વાહનની ભવર જવરની નોંધ કરતા હતા. આ રીતે આતંકવાદી છેલ્લા બે મહિનાથી વાહનોની રેકી કરતા હતા. આ ઉપરાંત એવી માહિતી પણ મળી છે કે સ્થાનિક લોકોએ આતંકીઓને મદદ કરી હતી. તેમજ ISISના ષડયંત્રનો પણ ખુલાસો થયો છે, જેમાં એવી માહિતી મળી છે કે યોજના હેઠળ હાઈવે પર સેનાને નિશાન બનાવવાની સાથે રેલવે ટ્રેકને પણ નિશાન બનાવવાની યોજના ઘડવામાં આવી છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે સુરનકોટ પોલીસ સ્ટેશન હેઠળના ધેરા કી ગલી અને બફલિયાઝ વચ્ચેના વળાંક પર લગભગ પોણાચાર વાગે સેનાના વાહનો પર હુમલો કરવામાં આવ્યો હતો.