હરિયાણામાં મોબ લીન્ચિંગ: ગૌરક્ષકોએ પરપ્રાંતિય શ્રમિકને ઢોરમાર મારી હત્યા કરી, મુખ્ય પ્રધાને આપી પ્રતિક્રિયા…
ચંડીગઢ: હરિયાણા ફરી એક વાર મોબ લીન્ચિંગની(Mob lynching in Haryana) ઘટના બની છે, અહેવાલ મુજબ ચરખી દાદરી વિસ્તારમાં ગૌરક્ષક જૂથના સભ્યોએ ગૌમાંસ ખાવાની શંકામાં એક શ્રમિકને જાહેરમાં માર મારી તેની હત્યા કરી નાખી. આ ઘટનાના કેટલાક આઘાતજનક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે, જેમાં બે ગૌરક્ષકો યુવકો એક યુવક સાથે ક્રૂરતાથી મારપીટ કરતા જોવા મળી રહ્યા છે. હરિયાણાના મુખ્ય પ્રધાન નાયાબસિંહ સૈનિ(Nayab Singh Saini)એ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે.
વાયરલ થયેલા વિડીયોમાં જોવા મળે છે કે ગુરક્ષકો યુવકોને નિર્દયતાથી માર મારી રહ્યા છે, આ દરમિયાન કેટલાક લોકો તેમને અટકાવવાની પણ કોશિશ કરે છે, પરંતુ ગૌ રક્ષકો કોઈનું સાંભળતા નથી. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના 27 ઓગસ્ટની છે, જેમાં એક યુવકનું મોત થયું છે અને બીજો ગંભીર રીતે ઘાયલ થયો હતો. પોલીસે આ કેસમાં પાંચ લોકોની ધરપકડ કરી છે. બે કિશોરોની પણ ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો : હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટે 1 ઓક્ટોબરે નહિ થાય મતદાન, ચૂંટણી પંચે તારીખોમાં કર્યો ફેરફાર
પોલીસના જણાવ્યા અનુસાર, ચરખી દાદરી જિલ્લાના બાધરામાં ભંગાર વેચતા પરપ્રાંતિય શ્રમિક યુવક ગાયનું માંસ પકાવતો આને વેચાતો હોવાની શંકા પર તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. કેટલક સ્થાનિક યુવકોએ લાકડીઓથી માર માર્યો હતો. મૃતક યુવકની ઓળખ 26 વર્ષીય સાબીર મલિક તરીકે થઈ છે. સાબીર બાધરામાં એક ઝૂંપડીમાં રહેતો હતો.
પરિવારજનોનો આરોપ છે કે તેમને ભંગાર વેચવાના બહાને બોલાવવામાં આવ્યા હતા અને પછી હુમલો કરવામાં આવ્યો હતો.
મુખ્ય પ્રધાને ઘટનાની નિંદા કરી:
હરિયાણાના મુખ્ય પ્રધાન નાયબ સૈનીએ આ ઘટનાની નિંદા કરી છે. તેમણે કહ્યું કે આવી બાબતો યોગ્ય નથી. અમે ગાય માતા રક્ષણ માટે કાયદો બનાવ્યો છે. ઘટના અંગે તેમણે કહ્યું કે હું તેની નિંદા કરું છું. આવી ઘટનાઓ ન થવી જોઈએ.
પોલીસે શું કહ્યું?
આ ઘટના અંગે માહિતી આપતા વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે 27 ઓગસ્ટના રોજ બધલાના કેટલાક લોકોને બાતમી મળી હતી કે હંસાવાસ ખુર્દની ઝૂંપડપટ્ટીમાં રહેતા કેટલાક લોકોએ પ્રતિબંધિત માંસનું સેવન કર્યું છે. આ પછી કેટલાક લોકો ત્યાં પહોંચ્યા અને પોલીસને બોલાવી. પોલીસે માંસના સેમ્પલ લઈને લેબમાં મોકલ્યા હતા.
તેમણે જણાવ્યું કે પ્રતિબંધિત માંસ હોવાની શંકામાં કેટલાક સ્થાનીક લોકો બે લોકોને ઉપાડીને લઇ ગયા અને માર માર્યો. જેમાંથી એકની ઓળખ સાબીર તરીકે થઈ છે. સાબીરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું અને એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ કેસમાં 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે ત્રણ લોકોને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે, જ્યારે ચારના પોલીસ રિમાન્ડ લેવામાં આવ્યા છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, જ્યારે આરોપીઓ મલિકને મારતા હતા, ત્યારે કેટલાક લોકોએ દરમિયાનગીરી કરી, પછી તેઓ મલિકને બીજી જગ્યાએ લઈ ગયા અને ત્યાં તેને ફરીથી માર્યો, જેના કારણે તેનું મૃત્યુ થયું. આ કેસમાં આરોપીઓની ઓળખ અભિષેક, મોહિત, રવિન્દર, કમલજીત અને સાહિલ તરીકે થઈ છે. બે કિશોરોની પણ ધરપકડ કરવામાં આવી છે.