‘4 બેગમ અને 36 બાળકો હવે નહીં ચાલે’, રાજસ્થાનના વિધાનસભ્યનું વિવાદાસ્પદ નિવેદન

જયપુર: રાજસ્થાનના જયપુર(Jaipur)ની હવામહેલ બેઠક પરથી વિધાનસભ્ય બાલમુકુંદ આચાર્ય(Balmukund Acharya)એ વસ્તી નિયંત્રણ કાયદા અંગે વાંધાજનક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, ‘એક દેશ, એક કાયદો જલ્દી લાગુ થવો જોઈએ. રાજસ્થાનમાં વસ્તી નિયંત્રણ કાયદો લાગુ કરવો જોઈએ. 4 બેગમ અને 36 બાળકો હવે નહીં ચાલે. રાજસ્થાન વિધાનસભામાં એવા વિધાનસભ્યો છે જેમને ત્રણ પત્નીઓ છે. આ હવે નહીં ચાલે.’
આ પણ વાંચો: ભાજપના ધારાસભ્ય બાલમુકુંદ આચાર્યે કેમ માફી માંગવી પડી?
બાલમુકુંદે આચાર્યએ કહ્યું, ‘છેલ્લા ઘણા વર્ષોથી હું સતત માંગ કરી રહ્યો છું કે એક દેશ, એક કાયદો હોવો જોઈએ. પહેલા જ્યારે અમે કાશ્મીર જતા ત્યારે અમને પૂછવામાં આવતું કે શું તમે ભારતથી આવ્યા છીએ. ત્યારે અમને પીડા થતી. આજે કલમ 370 હટાવ્યા બાદ જે કાયદો સમગ્ર દેશમાં છે તે જ કાશ્મીરમાં પણ છે.’
બાલમુકુંદે કહ્યું, ‘વસ્તી વધી રહી છે તે એક મોટી સમસ્યા છે. રેશિયો પણ બગડી રહ્યો છે. એક એવો સમાજ છે જેમાં 4 પત્નીઓ અને 36 બાળકો છે. વિધાન સભા ગૃહમાં એવા લોકો પણ છે જેમને 3-4 પત્નીઓ છે. એક વર્ગમાં એક પત્ની અને વધુમાં વધુ 2 બાળકો છે. જ્યારે અન્ય વર્ગ કોઈને કોઈ રીતે 4 પત્નીઓ અને 36 બાળકો ધરાવવા માટે આ કામમાં વ્યસ્ત છે. આ અયોગ્ય છે. દરેક માટે સમાન કાયદા હોવા જોઈએ.’
આ પણ વાંચો: રાજસ્થાનની શાળાઓમાં હિજાબ પર પ્રતિબંધ! રાજકારણ ગરમાયું
બાલમુકુન્દે કહ્યું, ‘દેશની સમૃદ્ધિ અને વિકાસમાં દરેકનો અધિકાર છે. વડા પ્રધાન મોદીના આગમન પછી બરાબર થઈ રહ્યું છે. આમાં કોઈ ભેદભાવ નથી. દેશમાં વસ્તી નિયંત્રણ કાયદો હોવો જોઈએ.”