ટોપ ન્યૂઝનેશનલવિધાનસભા સંગ્રામ

મિઝોરમ ચૂંટણી પરિણામો 2023: ZPM ક્લીન સ્વીપ તરફ

મુખ્ય પ્રધાન જોરામથાંગા પાછળ

મિઝોરમ વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. વિવારે સવારે 8 વાગ્યાથી મત ગણતરી માટે રાજ્યભરના 13 કેન્દ્રો પર મહિલાઓ સહિત 4,000 થી વધુ અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા અને મત ગણતરી સુનિશ્ચિત કરવા માટે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો અને મિઝોરમ સશસ્ત્ર પોલીસની ટુકડીઓ તૈનાત છે.

મતગણતરીના શરૂઆતના વલણ દર્શાવે છે કે ZPM ક્લીન સ્વીપ તરફ આગળ વધી રહ્યું છે. ZPM 26 બેઠકો પર આગળ છે. MNF માત્ર 9 સીટો પર આગળ છે. કોંગ્રેસને 2 બેઠકો મળતી જણાય છે. ભાજપ 3 સીટો પર આગળ છે.અન્ય કોઇ પક્ષને કોઇ લીડ મળી નથી.


જો આ જ વલણ ચાલુ રહેશે તો ZPM મિઝોરમમાં ક્લીન સ્વીપ કરી શકે છે.
મિઝોરમના મુખ્ય પ્રધાન અને MNF નેતા જોરામથાંગા લાલથાનસાંગાથી 640 મતોથી પાછળ છે. ZPMના મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર લાલદુહોમા કુલ 1992 મતોથી સેરછિપથી આગળ છે.


દરમિયાન એક સીટનું પરિણામ આવી ગયું છે. તુઇચાંગ બેઠક પરથી ZPMના ઉમેદવાર જીત્યા છે. ZPM ઉમેદવાર 871 મતોથી જીત્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button