નેશનલ

મિશન રાજસ્થાન: કેન્દ્રની સત્તાધારી પાર્ટીનું મનોમંથન શરૂ

આવતીકાલે થશે મોટી જાહેરાત

જયપુર : આ વર્ષના અંતમાં દેશના કેટલાક રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે, જેને લઈ તમામ પાર્ટીઓ દ્વારા પ્રચાર પ્રસાર સાથે ચૂંટણી જીતવા એડી ચોટીનું જોર લગાવી રહી છે. રાજસ્થાનની વિધાનસભાની ચૂંટણી જીતવી કેન્દ્રની સત્તાધારી પાર્ટી ભાજપ (ભારતીય જનતા પાર્ટી) માટે મહત્વની છે કારણ કે અગાઉથી કર્ણાટક ગુમાવ્યું છે.

ઉપરાંત, કોંગ્રેસની આગેવાની હેઠળનું વિપક્ષનું મહાગઠબંધન INDIA તેની મુશ્કેલીમાં વધારો કરી શકે છે, તેથી હવે ભાજપે મિશન રાજસ્થાન શરૂ કર્યું છે. છેલ્લા ત્રણ દિવસથી રાજસ્થાનની ચૂંટણીને લઈ ભાજપનું મનોમંથન ચાલી રહ્યું છે, જેમાં રાજસ્થાનમાં ભાજપ મુખ્ય પ્રધાનના ચહેરા વગર જ આ વખતે ચૂંટણીના મેદાનમાં ઉતરી શકે છે. આ પગલું ભાજપ માટે કેટલું ફાયદાકારક સાબિત થઇ શકે છે તે અંગેની ચર્ચાએ જોર પકડ્યું છે. આમ છતાં આ નિર્ણયથી માનવામાં આવી રહ્યું છે કે ભૂતપૂર્વ સીએમ વસુંધરા રાજે ખુશ છે. ભાજપની આ મહત્વની બેઠક અમિત શાહ અને જેપી નડ્ડાના નેતૃત્વમાં ગઈકાલે સાંજે સાત વાગ્યાથી રાતે ત્રણ વાગ્યા સુધી બેઠક ચાલી હતી. બેઠક વિશે માહિતી આપતાં કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવતે કહ્યું હતું કે કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે ચૂંટણી માટે કોઈ સીએમ ચહેરો નહીં હોય. આ બેઠક દરમિયાન રાજસ્થાનના નેતાઓ સાથે અલગથી 45 મિનિટની બેઠક પણ યોજાઈ હતી.એવું પણ માનવામાં આવી રહ્યું છે કે રાજસ્થાનમાં ભાજપ આવતી કાલ સાંજ સુધીમાં જ પ્રથમ યાદી જાહેર કરી શકે છે. પ્રથમ યાદીમાં વસુંધરા રાજે, સતીશ પુનિયા અને રાજેન્દ્ર રાઠોડના નામ જાહેર થઈ શકે છે.

લગભગ 30 સીટો માટે નામો લગભગ ફાઈનલ થઈ ગયા હોવાના અહેવાલ છે. તેમાંથી ઝાલરાપાટનથી વસુંધરા રાજે, ચુરુથી રાજેન્દ્ર રાઠોડ અને આમેરથી સતીશ પુનિયાને તક મળી શકે છે. આ સિવાય પુષ્કરમાંથી સુરેશ રાવતને મેદાનમાં ઉતારવાની ચર્ચા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker