ટોપ ન્યૂઝનેશનલ

Indian Navyએ અરબ સાગરમાં મોટું ઓપરેશન પાર પાડ્યુંઃ ચાંચિયાઓથી ઈરાની જહાજને કરાવ્યું મુક્ત અને

નવી દિલ્હી: અરબ સાગરમાં સોમાલિયન સમુદ્રી લૂંટારાઓએ ઈરાનના એક માછલી પકડવાના જહાજને હાઈજેક કરી લીધું હતું. આ ઈરાની જહાજમાં 17 ક્રૂ મેમ્બર હતા. ઈરાની જહાજની મદદ અપીલ કરવામાં આવ્યા પછી ભારતીય નૌકાદળનું આ બાહુબલી જહાજ તેની મદદ કરવા તરત તેની પાસે દોડી ગયું હતું અને લૂંટારાઓથી બચાવ્યું હતું.

ભારતીય નૌકાદળ (Indian Navy)નું યુદ્ધ જહાજ INS સુમિત્રા હાલમાં અરબી સમુદ્રમાં સોમાલિયન ચાંચિયાઓને ભગાડી રહ્યું છે. આ સમુદ્રી લૂંટારાઓએ ઈરાનના માછીમારી જહાજ MV Imanને હાઈજેક કરી લીધું હતું. ભારતીય સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓએ ખુલાસો કરતાં જણાવ્યુ હતું કે INS સુમિત્રાનું (INS Sumitra Indian Navy) આ ઓપરેશન કોચીથી 700 નોટિકલ માઈલ એટલે કે 1296.4 કિમી દૂર ચાલી રહ્યું હતું. ઈરાનના જહાજમાં 17 ક્રૂ મેમ્બર છે.

ઇન્ડિયન નેવીના પ્રવક્તાએ કહ્યું હતું કે દેશના પૂર્વી કિનારે એટલે કે અરબી સમુદ્રની નજીક એડનની ખાડીમાં તહેનાત INS સુમિત્રાએ ક્વીક રિસ્પોન્સ આપ્યું છે. જેવો જ ઈરાની માછીમારી જહાજ ઈમાને ડેંજરનો ઍલારમ વાગ્યો, એક ડિસ્ટ્રેસ કોલ આવ્યો હતો સુમિત્રાએ ઝડપથી મદદ કરવા માટે તેની તરફ તેની ઝડપ વધારી. ઈમાનને સોમાલિયન ચાંચિયાઓએ હાઈજેક કરી લીધું હતું અને ક્રૂ મેમ્બર્સને પણ બંધક બનાવી લીધા હતા.

Indian Navyના મહાકાય યુદ્ધ જહાજ INS સુમિત્રાને જોઈને સોમાલિયન લૂંટારુઓ મુઠ્ઠીઓ વાળીને નાસી છૂટ્યા હતા. બંધક બનાવેલા તમામ ક્રૂ મેમ્બરને નૌસૈનિકોએ મુક્ત કર્યા હતા અને સંપૂર્ણ ઈરાની જહાજની તપાસ કરીને તેને આગળની યાત્રા માટે રવાના કરી દીધું હતું.

આ જાંબાજ જહાજની વિશેષતાની જો વાત કરવામાં આવે તો 344 ફૂટ લાંબા યુદ્ધ જહાજની બીમ 43 ફૂટ ઊંચું INS સુમિત્રાએ ભારતીય નૌકાદળના સરયુ ક્લાસના પેટ્રોલિંગ જહાજનું યુદ્ધ જહાજ છે. જેનું નિર્માણ ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ભારતના રાષ્ટ્રપતિની પ્રેસિડેન્શિયલ યાટ પણ છે. આ 2200 ટનનું યુદ્ધ જહાજ 2014થી ભારતીય નૌકાદળની સેવા આપી રહ્યું છે.

આ જહાજની સ્પીડ મહત્તમ 46 કિમી પ્રતિ કલાકની ઝડપે દરિયામાં દોડી શકે છે, પરંતુ જો સ્પીડને 30 કિમી/કલાક સુધી ઘટાડવામાં આવે તો તેની રેન્જ 11 હજાર કિલોમીટર છે. તેમાં આઠ અધિકારીઓ અને 108 ખલાસીઓને તહેનાત કરી શકાશે.

આ જહાજ એટલું શક્તિશાળી છે કે તેમાં 76 mm સુપર રેપિડ ગન માઉન્ટ છે. આ સિવાય તેમાં ક્લોઝ-ઇન વેપન સિસ્ટમ અને શેપ લોન્ચર્સ છે. આ યુદ્ધ જહાજ પર HAL ધ્રુવ અથવા HAL ચેતક હેલિકોપ્ટર તૈનાત કરી શકાય છે. અગાઉ આ જહાજે 2015માં ઓપરેશન રાહત દરમિયાન યમનમાંથી 350 ભારતીય નાગરિકોને બચાવ્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…