બજારમાં ફરતા બળાત્કારીને આઠ વર્ષની માસૂમ બાળકીએ ઓળખી લીધો
એક આઠ વર્ષની માસૂમ બાળકી, જે તેની નાની સાથે બજારમાં સામાન ખરીદવા ગઈ હતી, તેણે બજારમાં એક પાડોશમાં રહેતા યુવકને જોયો કે તરત જ જોર જોરથી બૂમો પાડવા લાગી. જ્યારે તેની નાનીએ પૂછ્યું તો તેણે કહ્યું કે આ કાકાએ મારી સાથે ગંદું કામ કર્યું છે. જો કે તે યુવક બાળકીને જોતા જ ભાગી ગયો હતો. પરંતુ બાળકી સતત બૂમો પાડી રહી હતી કે, તેને પકડી રાખો, તેને જવા ન દો. નાનીએ વાત જાણ્યા બાદ તરત જ કેસ નોંધાવ્યો હતો. ત્યારબાદ પોલીસે સવારે ઢાબા પર કામ કરતા લવકુશને પકડી લીધો હતો. લવકુશે પોતાનો ગુનો કબૂલી લીધો છે. આ ઘટના લિંક રોડ વિસ્તારની કોલોનીમાં બની હતી.
પહેલા ધોરણમાં ભણતી આ બાળકી તેના માતા-પિતાના મૃત્યુ બાદ તેની નાની સાથે રહે છે. 17 ડિસેમ્બરે તે પ્રસાદ લેવા માટે પાડોશમાં ગઈ હતી. ત્યાં લવકુશ તેને લલચાવીને પોતાની સાથે લઈ ગયો. 300 મીટર દૂર આવેલા એક ખંડેરમાં તેનો બળાત્કાર કર્યો. તેમજ બાળકીને ધમકાવી હતી કે જો કોઈને કંઈ કહીશ તો હાથ-પગ ભાંગીને મારી નાખીશ. ડરના કારણે બાળકીએ ઘરે પણ કોઈને કંઈ કહ્યું નહીં. પરંતુ તેને પીડા સહન ના થતા તે પડી રહેતી હતી પરંતુ 24 ડિસેમ્બરના રોજ જ્યારે તેને લવકુશને બજારમાં જોયો ત્યારે તે એકદમ જ બૂમ પાડી ઊઠી.
બાળકીની નાનીએ જણાવ્યું હતું કે લવકુશ સામે કેસ નોંધાવતા પહેલા તે તેના ઘરે ગઈ હતી. જ્યારે તેને બળાત્કાર વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે હાથ જોડીને કાન પકડીને માફી માંગી હતી. તેને અમે સમજાવ્યો કે તું ચાલ અમારી સાથે પોલીસ સ્ટેશને અને સેરેન્ડર કરી દે પરંતું તે ભાગી ગયો. આથી મે પોલીસમાં ફરિયાદ નોંધાવી પોલીસે તરત જ કાર્યવાહી કરી અને તેની ધરપકડ કરી હતી.