Top Newsનેશનલ

ઈસરોના નિષ્ફળ PSLV-C62 મિશન વચ્ચે ચમત્કાર, સ્પેનની KID કેપ્સ્યુલ બચી ડેટા મોકલ્યો

નવી દિલ્હી : ઇસરોનું PSLV-C62 મિશન નિષ્ફળ નીવડ્યું છે. જોકે તેમ છતાં એક સારા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. જેમાં સ્પેનિશ સ્ટાર્ટઅપ ઓર્બિટલ પેરાડાઈમે જાહેર કર્યું કે તેનું કેસ્ટ્રેલ ઈનિશિયલ ડેમોન્સ્ટ્રેટર (KID)કેપ્સ્યુલ નિષ્ફળતા છતાં બચી ગઈ છે. કંપનીએ જણાવ્યું કે ઉપગ્રહ અલગ થયો ભારે પરિસ્થિતિઓ વચ્ચે મહત્વપૂર્ણ ડેટા પૃથ્વી પર મોકલ્યો હતો.

ચોથા તબક્કામાં નિયંત્રણથી બહાર ગયું હતું

ઈસરોનું રોકેટ PSLV-C62 ઉપગ્રહોને તેમની નિર્ધારિત ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવામાં નિષ્ફળ ગયું. આ રોકેટમાં DRDO દ્વારા ખાસ વ્યૂહાત્મક હેતુઓ માટે રચાયેલ EOS-N1(અન્વેષા) પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ અને 15 અન્ય આંતરરાષ્ટ્રીય ઉપગ્રહો હતા. રોકેટના પ્રથમ ત્રણ તબક્કા સફળ રહ્યા હતા. પરંતુ ચોથા તબક્કામાં તે નિયંત્રણથી બહાર ગયું હતું.

મુખ્ય પેલોડ નાશ પામ્યો

સ્પેનિશ સ્ટાર્ટઅપે જણાવ્યું હતું કે, 25 કિલો વજનનો ફૂટબોલ કદનો પ્રોટોટાઇપ રોકેટના ચોથા તબક્કાની તમામ મુશ્કેલીઓ વચ્ચે અલગ થયો હતો. જોકે ત્રીજા તબક્કામાં પણ ખામી સર્જાઈ હતી જેના કારણે મુખ્ય પેલોડ નાશ થયો હતો.

રિપોર્ટ ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે

ઓર્બિટલ પેરાડાઇમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અપડેટ શેર કરતાં કહ્યું, “અમારી KID કેપ્સ્યુલ… PSLV-C62 થી અલગ થઈ સક્રિય થઈ અને 3 મિનિટથી વધુ સમય માટે ડેટા ટ્રાન્સમિટ કર્યો. અમે માર્ગનું પુનર્નિર્માણ કરી રહ્યા છીએ. કેપ્સ્યુલે ભારે ગરમી અને મહત્તમ ગુરુત્વાકર્ષણ ભાર (~28 ગ્રામ રેકોર્ડ) સહન કર્યું. અમારી પાસે આંતરિક તાપમાનની માહિતી છે. સંપૂર્ણ રિપોર્ટ ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે.”

આપણ વાંચો:  2026માં ઈસરોનું પહેલું મિશન નિષ્ફળ? લોન્ચિંગ બાદ PSLV-C62 માર્ગથી ભટક્યું, વૈજ્ઞાનિકો ડેટાની રાહમાં…

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button