નેશનલ

પન્નુની ધમકી અંગે વિદેશ મંત્રાલયે આપી પ્રતિક્રિયાઃ અમેરિકા કાર્યવાહી કરે એવી અપેક્ષા…

નવી દિલ્હી: શિખ અલગાવવાદી ગુરપતવંત સિંહ પન્નુ દ્વારા અમેરિકામાં ભારતીય રાજદૂતને ધમકી આપવાના કિસ્સાને ભારત સરકારે ગંભીરતાથી લીધી છે અને કહ્યું છે કે અમે આ ધમકીઓને બહુ ગંભીરતાથી લઈએ છીએ. વિદેશમાં ખાલિસ્તાની આંદોલન ચલાવી રહેલા શીખ અલગતાવાદી ગુરપતવંત સિંહ પન્નુએ (Gurpatwant Singh Pannu) અમેરિકામાં ભારતીય રાજદૂત વિનય ક્વાત્રાને (Vinay Kwatra) ધમકી આપી છે.

એક વીડિયો જાહેર કરતા પન્નુએ કહ્યું કે અમેરિકામાં ભારતીય રાજદૂત વિનય મોહન ક્વાત્રા ખાલિસ્તાન તરફી શીખોના રડાર પર છે. આ ધમકીને ગંભીરતાથી લઈને વિદેશ મંત્રાલયે પોતાની પ્રતિક્રિયા આપી છે અને કહ્યું કે આશા છે કે અમેરિકી સરકાર તેને ગંભીરતાથી લેશે અને જરૂરી પગલાં લેશે.

વિદેશ મંત્રાલયની પ્રતિક્રિયા

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આજે પ્રેસ કોન્ફરન્સમાં શીખ અલગતાવાદી ગુરપતવંત સિંહ દ્વારા આપવામાં આવેલી ધમકી પર આ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે જ્યારે પણ આવી ધમકીઓ આપવામાં આવે છે, ત્યારે અમે તેને ખૂબ જ ગંભીરતાથી લઈએ છીએ અને અમેરિકી સરકાર સમક્ષ તેને ઉઠાવીએ છીએ. આ કિસ્સામાં પણ અમે તેને અમેરિકી સરકાર સમક્ષ ઉઠાવ્યો છે. અમને આશા છે કે અમેરિકા અમારી સુરક્ષા ચિંતાઓને ગંભીરતાથી લેશે અને તેના પર કાર્યવાહી કરશે.”

આ પણ વાંચો : ચીનના યુનાઈટેડ ફ્રન્ટ વર્ક ડિપાર્ટમેન્ટે પશ્ચિમ દેશોની ગુપ્તચર એજન્સી ઊંઘ હરામ કરી, જાણો કઈ રીતે?

પન્નુએ કર્યા છે ગંભીર આરોપો

ખાલિસ્તાની આંદોલન ચલાવી રહેલા શીખ અલગતાવાદી નેતા ગુરુપતવંત સિંહ પન્નુએ શનિવારે દાવો કર્યો હતો કે અમેરિકામાં ભારતીય રાજદૂત વિનય ક્વાત્રા રશિયન રાજદ્વારીઓ અને એજન્સીઓ સાથે મળીને ખાલિસ્તાન સમર્થકોને નિશાન બનાવી રહ્યા છે. આ કારણે તે અમેરિકામાં સ્થાયી થયેલા ખાલિસ્તાની સમર્થક શીખોના નિશાના પર છે. તેમણે ભારતીય રાજદૂત પર આરોપ લગાવ્યો હતો કે ભારતે ઇરાદાપૂર્વક ક્વાત્રાને વોશિંગ્ટનમાં પોસ્ટ કર્યા જેથી તે રશિયન રાજદ્વારીઓ સાથે સાંઠગાંઠ કરી શકે.

જુલાઇથી છે અમેરિકામાં રાજદૂતના પદે

ભારતીય વિદેશ મંત્રાલયે 1988 બેચના વરિષ્ઠ IFS અધિકારી વિનય મોહન ક્વાત્રાને 19 જુલાઈ, 2024ના રોજ અમેરિકામાં ભારતના રાજદૂત તરીકે નિયુક્ત કર્યા હતા. ક્વાત્રા જુલાઈ માસમાં જ વિદેશ સચિવ પદ પરથી નિવૃત્ત થયા હતા અને તેમના સ્થાને વિક્રમ મિસરીને વિદેશ સચિવ બનાવવામાં આવ્યા છે. ક્વાત્રાની ગણતરી મોદી સરકારના નજીકના અધિકારીઓમાં થાય છે. વિદેશ સચિવ બનતા પહેલા વિનય મોહન ક્વાત્રાએ ચીન, અમેરિકા અને ફ્રાન્સમાં ભારતના રાજદૂત તરીકે કામ કર્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button