નેશનલ

પીએમ મોદીએ ટ્રેડ ડીલ મુદ્દે ટ્રમ્પને ફોન ન કર્યો હોવાના દાવા પર વિદેશ મંત્રાલયે ખુલાસો આપ્યો

નવી દિલ્હી : ભારત અમેરિકા ટ્રેડ ડીલ ન થવા મુદ્દે અમેરિકાના વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જવાબદાર ઠેરવ્યા છે. ભારતના વિદેશ મંત્રાલયે આ દાવાને ખોટો ગણાવ્યો છે. તેમજ કહ્યું છે કે પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વર્ષ 2025 દરમિયાન આઠ વખત ફોન પર વાત કરી છે. જેમાં વ્યાપક ભાગીદારીના વિવિધ પાસાઓ પર ચર્ચા થઈ છે. જોકે, પીએમ મોદીએ હજુ સુધી ટ્રેડ ડીલ અંગે ટ્રમ્પને કોઈ પણ ફોન નથી કર્યો.

ચર્ચાઓનું વર્ણન કરતા અહેવાલ સચોટ નથી

આ અંગે વિદેશ મંત્રાલયે વધુમાં જણાવ્યું કે, અમે આ ટિપ્પણીઓ જોઈ છે. ભારતે ગત વર્ષે 13 ફેબ્રુઆરીએ અમેરિકા સાથે દ્વિપક્ષીય ટ્રેડ ડીલ પર વાટાઘાટો કરવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ત્યારથી બંને પક્ષોએ સંતુલિત અને પરસ્પર ફાયદાકારક ટ્રેડ ડીલ પર પહોંચવા માટે અનેક રાઉન્ડની વાટાઘાટો કરી છે. ઘણી વખત અમે ટ્રેડ ડીલ પર પહોંચવાની ખૂબ નજીક પહોંચ્યા. જોકે, આ ચર્ચાઓનું વર્ણન કરતા અહેવાલ સચોટ નથી.

ઊર્જા સ્ત્રોતના પ્રશ્ન પર અમારું વલણ જગજાહેર

જયારે અમેરિકાના પ્રસ્તાવિત 50 ટકા ટેરિફ બિલના જવાબમાં ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, ઊર્જા સ્ત્રોતના પ્રશ્ન પર અમારું વલણ જગજાહેર છે. અમે વૈશ્વિક બજારની બદલાતી ગતિશીલતા અને 1.4 અબજ ભારતીય નાગરિકોની ઊર્જા સુરક્ષા જરૂરિયાતોને પહોંચી વળવા માટે વિવિધ સ્ત્રોતોમાંથી સસ્તી ઊર્જા મેળવવાની જરૂરિયાત પર ભાર મૂકીએ છીએ.

ઊર્જા નીતિ કોઈપણ દબાણ હેઠળ બદલાશે નહીં

આ ઉપરાંત વિદેશ મંત્રાલયે કહ્યું, ભારતની ઊર્જા નીતિ કોઈપણ દબાણ હેઠળ બદલાશે નહીં. અમારું ધ્યાન ભારતના લોકોને સસ્તી ઊર્જા પૂરી પાડવા પર છે. ભારત તેની ઊર્જા જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે વિશ્વભરના બજારો તરફ નજર રાખી રહ્યું છે.

આ પણ વાંચો…ટ્રમ્પે ભારત પર ટેરિફ વધારવાની આપી ધમકી, પીએમ મોદીને લઈ કહી આ વાત

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button