ધનખડની મિમિક્રી: દિલ્હી ભાજપનું જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન
નવી દિલ્હી: દિલ્હી ભાજપે ગુરુવારે ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જી દ્વારા ઉપાધ્યક્ષ જગદીપ ધનખડની મિમિક્રી મામલે અહીં જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને કૉંગ્રેસના રાહુલ ગાંધી સહિતના વિપક્ષી નેતાઓની માફીની માગ કરી હતી.
કેટલાક દેખાવકારોએ કપાળ પર કાળી પટ્ટી બાંધી હતી. વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનારાઓમાં ભાજપના સાંસદ મનોજ તિવારી અને પ્રવેશ વર્મા પણ સામેલ હતા.
સાંસદોના સસ્પેન્શન સામે મંગળવારે સંસદની સીડીઓ પર વિપક્ષના વિરોધ દરમિયાન બેનર્જીએ ધનખડની હાસ્યાસ્પદ નકલ કર્યા પછી રાજકીય વિવાદ ફાટી નીકળ્યો હતો, શાસક ભાજપ તરફથી સખત નિંદા કરવામાં આવી હતી. રાહુલ બેનર્જીના પ્રદર્શનનો વીડિયો બનાવતા જોવા મળ્યો હતો.
દિલ્હી તેમ ભાજપના વડા વિરેન્દ્ર સચદેવાએ જણાવ્યું હતું કે સંસદ લોકશાહીનું મંદિર છે. લોકસભાના સ્પીકર અને રાજ્યસભાના અધ્યક્ષ વ્યક્તિઓ નથી, પરંતુ સંસ્થાઓ છે. તેમની મજાક ઉડાવવી અને તેમનો અનાદર કરવો એ મંદિરનું અપમાન કરવા જેવું છે. અમે રાહુલ ગાંધી અને અન્ય વિપક્ષી નેતાઓ પાસેથી માફીની માગ કરીએ છીએ.
ધનખડે કહ્યું હતું કે ૧૯ ડિસેમ્બરની ઘટના એક ખેડૂત તરીકેની તેમની પૃષ્ઠભૂમિ અને તેમની જાતિ (જાટ)નું અપમાન છે.