હાય મોંઘવારીઃ પહેલીથી દૂધના ભાવમાં વધારો, જાણો કેટલા વધશે ભાવ

મુંબઈઃ તહેવારોની સિઝન પહેલા મુંબઈગરાને એક મોટો ફટકો પડ્યો છે. મુંબઈ દૂધ ઉત્પાદક સંઘે ૧ સપ્ટેમ્બરથી મુંબઈમાં ભેંસના દૂધના જથ્થાબંધ ભાવમાં પ્રતિ લિટર રૂ. ૨નો વધારો કરી રૂ. ૮૭થી રૂ. ૮૯ પ્રતિ લિટર કરવાની જાહેરાત કરી છે.
તેમના પગલાથી આગામી કેટલાક મહિનામાં ગણેશોત્સવ, નવરાત્રી અને દિવાળીના તહેવારો દરમિયાન અન્ય તમામ પ્રકારના દૂધ અને દૂધ સંબંધિત ઉત્પાદનોના ભાવમાં વધારો થવાની શક્યતા છે.
આ પણ વાંચો: દૂધમાં ભેળસેળ કરનારાની ખૈર નહીં, મહારાષ્ટ્ર સરકારની જાણો યોજના
એમએમપીએ જણાવ્યું હતું કે નિર્ણય સર્વસંમતિથી લેવામાં આવ્યો છે અને મુંબઈમાં ૩,૦૦૦ થી વધુ છૂટક વિક્રેતાઓ દ્વારા વેચવામાં આવતા ભેંસના દૂધની કિંમત લિટર દીઠ રૂ. ૮૭ થી વધીને રૂ. ૮૯ પ્રતિ લિટર થઈ જશે અને છ મહિના સુધી અમલમાં રહેશે.
આ પણ વાંચો: રાજકોટ જિલ્લાના જેતપુરમાં દૂધની નકલી વસ્તુઓ બનાવતી ફેકટરીમાં ફૂડ વિભાગના દરોડા
પરિણામે વિસ્તારો અને સ્થાનિક માંગના આધારે છૂટક દરો રૂ. ૯૩/લિટર અથવા તો રૂ. ૯૮/લિટર સુધી વધવાની ધારણા છે. એક વર્ષમાં આ બીજો વધારો હશે, જ્યારે જથ્થાબંધ ભેંસના દૂધનો ભાવ રૂ. ૮૫/લિટરથી રૂ. ૮૭/લિટર કરવામાં આવ્યો હતો, જેનાથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના ઘરેલું બજેટને ભારે નુકસાન પહોંચ્યું છે.