નેશનલસ્પેશિયલ ફિચર્સ

તમે પણ પેકેટવાળું દૂધ પીતી વખતે કરો છો આ ભૂલો? આજે જ બંધ કરો નહીંતર…

દૂધ પીવું એ આરોગ્ય માટે ખૂબ જ લાભદાયી છે અને એમાં પણ ખાસ કરીને નાના બાળકો માટે તો દૂધ એ અમૃત સમાન છે. દૂધ પીવાથી હાડકાં મજબૂત થાય છે પછી એ દૂધ પેકેટવાળું હોય ગાય ભેંસનું તાજું દૂધ હોય. નિષ્ણાતો પણ દરેક વ્યક્તિને એક વખત અને બાળકોને દિવસમાં બે વખત દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ દૂધ પીતી વખતે આપણામાંથી મોટા ભાગના લોકો એક ભૂલ કરે છે જેને કારણે દૂધ પીવાના જેટલા ફાયદા મળવા જોઈએ એટલા મળતા નથી. જેના વિશે આજે આપણે અહીં વાત કરવાના છીએ.

હાલમાં જ એક રિસર્ચમાં કરવામાં આવેલા દાવા અનુસાર પેકેટવાળા દૂધને વારંવાર ગરમ કરીને પીવડાવવામાં આવે તો તેનાથી કોઈ ફાયદો થતો નથી. વારંવાર દૂધને ગરમ કરવાથી તેના પૌષક તત્વો નાશ પામે છે અને એનો કોઈ લાભ મળતો નથી.

રિસર્ચમાં કરવામાં આવેલા દાવા અનુસાર પેકેટવાળું દૂધ પાશ્ચરાઈઝ્ડ હોય છે. આનો અર્થ એવો થાય છે કે કાચા દૂધને પહેલાંથી 72 ડિગ્રી સેલ્સિયસ પર 15-2 સેકન્ડ સુધી ગરમ કરીને પેક કરવામાં આવે છે. આ પ્રોસેસમાં કાચા દૂધમાં જેટલા પણ બેક્ટેરિયા (સેલમોનેલા અને ઈકોલી) હોય છે એ ખતમ થઈ જાય છે. આ જ કારણે ક્યારેય પેકેટવાળા દૂધને ગરમ કરવાની જરૂર નથી. જો બાળક દૂધ ના પીવે તો તેને થોડું હળવું ગમ કરીને આપી શકો છે. જો વારંવાર પેકેટવાળા દૂધને ઉકાળો છો તો દૂધમાં રહેલું વિટામીન બી અને અન્ય પોષક તત્વો નષ્ટ થઈ જાય છે. આ કારણે દૂધને ક્યારેય વારંવાર ગરમ ના કરવું જોઈએ.

આ પણ વાંચો : Health: બાળકોને કસરતની સલાહો આપતા પહેલા પુખ્તવયના આ વાંચી લો

નિષ્ણાતોનું એવું માનવું છે કે કાચું દૂધ પીવાથી ક્રિપ્ટો સ્પોરિડિયમ, કેમ્પિલોબેક્ટર, ઈ કોલી, બ્રુસેલા અને લિસ્ટેરિયા જેવા બેક્ટેરિયા શરીરમાં જાય છે જેને કારણે આરોગ્યને નુકસાન પહોંચે છે. આ કારણે પેકેટવાળા દૂધને ગરમ કરીને તેની અંદરના બેક્ટેરિયાને મારી નાખવામાં આવે છે, એટલે પેકેટવાળા દૂધને ગરમ કરીને પીવાની જરૂર નથી હોતી. પરંતુ આપણે આ દૂધને ઉકાળીને જ પીવાનું પસંદ કરીએ છીએ. એક્સપર્ટનું માનવું છે કે દૂધને ગરમ કરીને પીવાથી તેની સુંગધ વધી જાય છે અને તે વધારે પીવાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button