Video: આગરામાં મિગ-29 પ્લેન થયું ક્રેશ, પાયલટે કૂદીને બચાવ્યો જીવ

Mig 29 Crash: ઉત્તર પ્રદેશના આગરા નજીક મિગ-29 લડાકુ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે. પાયલટ અને બે લોકો કૂદીને બહાર નીકળી જતાં તેમનો જીવ બચી ગયો હતો. વિમાને પંજાબના આદમપુરથી ઉડાન ભરી હતી અને અભ્યાસ માટે આગરા જતું હતું ત્યારે આ ઘટના બની હતી.
જાણકારી મુજબ, આ દુર્ઘટના કાગારૌલના સોનિયા ગામ નજીક બની હતી. લોકોએ જણાવ્યું કે, એર ફોર્સનું વિમાન ખેતરમાં તૂટી પડ્યું હતું અને જમીન પર પડતાં જ આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું. વિમાનમાં પાયલટ સહિત બે લોકો હતા. જેમણે કૂદીને જીવ બચાવ્યો હતો. પ્લેન ખેતરમાં પડ્યા બાદ આસપાસના અનેક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. હાલ પોલીસ અને સેનાની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તપાસ શરૂ કરી દીધી છે. પ્લેન ક્રેશમાં જાન માલના નુકસાનના સમાચાર નથી.
આ પણ વાંચો :જે. જે. હૉસ્પિટલ શૂટઆઉટ કેસના આરોપીને પોલીસે 32 વર્ષે ઉત્તર પ્રદેશમાં શોધી કાઢ્યો…