નેશનલ

ચૂંટણી કે બજેટ વખતે દેશમાં ‘Middle Class’ ચર્ચામાં કેમ?

મધ્યમ વર્ગની મજબૂરીઃ આમદાની અઠન્ની ખર્ચા રુપિયાહ

દેશભરમાં જ્યારે બજેટનો સમય આવે ત્યારે મધ્યમવર્ગીય લોકોને બજેટથી ઘણી બધી અપેક્ષા રાખવામાં આવે છે તેમ તેમને ઇન્કમ ટેક્સમાં અને જીએસટી (ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ)માં કર રાહત મળશે કે વસ્તુઓના ભાવ ઓછા થશે. હાલમાં દિલ્હીમાં પણ વિધાનસભાની ચૂંટણીની તૈયારી ચાલી રહી છે, એમાં પણ મિડલ ક્લાસને જ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે.
દિલ્હીમાં 30 ટકા વસ્તી મિડલ ક્લાસની છે એટલે કે દર ત્રીજો વોટ મિડલ ક્લાસમાંથી આવે છે, એટલે એમને રિઝવવા માટે અલગ અલગ દાવપેચ અજમાવવામાં આવે છે. જોકે, હવે એમ પણ કહેવાય છે કે છેલ્લા એક દાયકાથી મિડલ ક્લાસ પર દબાણ વધી રહ્યું છે, જેમાં તેમને માટે આમદાની અઠન્ની ખર્ચા રુપિયાહ જેવા ઘાટનું નિર્માણ થયું છે. અલબત્ત, ખર્ચ વધી રહ્યો છે, જ્યારે આવકમાં મોટું ગાબડું પડી રહ્યું છે. આમ સૌથી વધુ પીસાવવાનું તેમના નસીબમાં લખાયું છે.

ત્રણ કેટેગરીમાં છે વહેંચાયેલી છે દેશની જનતા
મિડલ ક્લાસના લોકો પર કરનો બોજ વધતો જાય છે અને લોઅર ક્લાસને મફતની લહાણીઓ થતી જાય છે. આ બધા વિશે ચર્ચા કરતા પહેલા આપણે મિડલ ક્લાસ, અપર ક્લાસ અને લોઅર ક્લાસની પરિભાષા જાણીએ. આપણા દેશની જનતાને ત્રણ કેટેગરીમાં વહેચવામાં આવી છે અપર ક્લાસ, મિડલ ક્લાસ અને લોઅર ક્લાસ.

અપર ક્લાસઃ એક રિપોર્ટ અનુસાર દેશમાં 10 કરોડ લોકો અપર ક્લાસની કેટેગરીમાં આવે છે. જોકે, અન્ય એક અહેવાલમાં આ આંકડો 12 કરોડ જણાવવામાં આવ્યો છે. આપણા દેશમાં દર વર્ષે 10,000 ડોલરથી વધુ કમાણી કરનારાઓ અપર ક્લાસ કેટેગરીમાં આવે છે. મતલબ કે એક વર્ષમાં 9 લાખ કે તેથી વધુ રૂપિયાની આવક ધરાવતા લોકો અપર ક્લાસમાં આવે છે.

મિડલ ક્લાસઃ ત્રણ લાખથી દસ લાખની આવક ધરાવતા પરિવાર મધ્યમ વર્ગમાં આવે છે. દા.ત. એક પરિવારમાં ચાર સભ્ય હોય અને દરેક સભ્યની માથાદીઠ આવક અઢી લાખ રૂપિયાથી વધારે હોય તો આ પરિવારની વાર્ષિક આવક 10 લાખ રૂપિયા થાય અને તેઓ મિડલ ક્લાસ કેટેગરીમાં આવે છે. જોકે, મધ્યમ વર્ગમાં અલગ અલગ પરિભાષા છે. એક સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે જે પરિવારની વાર્ષિક આવક પાંચ કે સાડા પાંચ લાખ રૂપિયાની ઉપર હોય તે પરિવાર મધ્યમવર્ગીય પરિવાર કહેવાય. માસ્ટર કાર્ડની મધ્યમવર્ગની વ્યાખ્યા કંઇક અલગ છે. તેમના મુજબ વાર્ષિક 1,51,651 રૂપિયા કમાતા લોકો મધ્યમવર્ગમાં આવે છે. દેશમાં મધ્યમવર્ગની વસતી 30 ટકા એટલે કે લગભગ 3040 કરોડ છે. જોકે, કેટલાક નિષ્ણાતો માને છે કે દેશમાં 50 કરોડ લોકો મધ્યમવર્ગીય શ્રેણીમાં આવે છે.

Also read: એકસ્ટ્રા અફેર : હેલ્થ-મેડિકલ ઈન્સ્યોરન્સ પર ટેક્સ કેમ નથી ઘટાડાતો?

લોઅર ક્લાસઃ મિડલ ક્લાસથી ઓછું કમાતા લોકો લોઅર ક્લાસમાં આવે છે. જેમની આવક ત્રણ લાખ રૂપિયાથી ઓછી છે એ લોકો લોઅર ક્લાસમાં આવે છે. દેશના સૌથી વધુ 80 કરોડ લોકો આ કેટેગરીમાં આવે છે.

યુરોપમાં રહેતા એક ભારતીય રોકાણકારે અમીર અને ગરીબની વ્યાખ્યા સમજાવી છે. આજના જમાનામાં જે લોકો પાસે 10 લાખ રૂપિયાની લિક્વિડ નેટવર્થ છે તેઓ ગરીબ કહેવાય. જેમની પાસે 50 લાખ રૂપિયાની લિક્વિડ નેટવર્થ છે, તેઓ લોઅર મિડલ ક્લાસ છે, જે લોકો પાસે 1 કરોડ રૂપિયાની લિક્વિડ નેટવર્થ હોય તેઓ મધ્યમવર્ગીય ગણાય અને જે લોકો પાસે 2 કરોડ અને વધુ રૂપિયાની લિક્વિડ નેટવર્થ હોય તેને ઉચ્ચ મધ્યમવર્ગીય કહેવાય. જેમની નેટવર્થ પાંચ કરોડ રૂપિયા કે તેથી વધારે છે તેઓ શ્રીમંત ગણાય અને હાઇ નેટવર્થ ધરાવતા લોકોની વ્યક્તિગત આવક 10 કરોડ રૂપિયાથી વધુ હોય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button