થોડાક દિવસ પહેલા માઈક્રોસોફ્ટ આઉટેજ (Microsoft Outage)ને કારણે દુનિયાભરમાં ઉથલપાથલ મચી ગઈ હતી અને ફરી વખત આવી ઉથલપાથલ થઈ શકે છે અને ખુદ માઈક્રોસોફ્ટે આવી ચેતવણી ઉચ્ચારી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે માઈક્રોસોફ્ટ આઉટેજને કારણે દુનિયાભરમાં હાહાકાર મચી ગઈ હતી. કરોડો લેપટોપે કામ કરવાનું બંધ કરી દીધું હતું, જેને કારણે એરપોર્ટ, સર્વિસ પ્રોવાઈડર્સ, ટેલિકોમ ઈન્ડસ્ટ્રી, મીડિયા ઈન્ડસ્ટ્રી અને શેરબજાર સહિતના ક્ષેત્રો પર અસર જોવા મળી હતી. હવે માઈક્રોસોફ્ટે ફરી એક વખત કાળવાણી ઉચ્ચારતા કહ્યું છે કે ભવિષ્યમાં ફરી ક્રાઉડસ્ટ્રાઈક જેવા આઉટેજ ભવિષ્યમાં પણ થઈ શકે છે અને કંપની આ સમસ્યાને રોકી શકશે નહીં.
આ અંગેનું કારણ આપતા કંપનીએ જણાવ્યું હતું કે યુરોપીય આયોગના પંચના નિયમ કે જે થર્ડ પાર્ટીના વેન્ડર્સના ઓએસ સુધીનો ફૂલ કર્નેલ એક્સેસ આપે છે અને આ સમસ્યા ઉદ્ભવવાનું આ જ સંભવિત કારણ છે. અન્ય એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે કાનુની જનાદેશનો એવો અર્થ થાય છે કે ક્રાઉડસ્ટ્રાઈક જેવી કંપનીઓ પાસે માઈક્રોસોફ્ટ એન્જિનિયર પાસે જેટલા એક્સેસ હોય છે એટલા જ એક્સેસ પણ હોય છે.
દુનિયાભરના નિષ્ણાતોએ આ બાબતે ચિંતા વ્યક્ત કરી છે અને આ સમસ્યાને કારણે 1 બિલિયન ડોલરનું નુકસાન થયું હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે, કારણ કે આ આઉટેજને કારણે 8.5 મિલિયન એટલે કે આશરે 85 લાખ વિન્ડોઝ પીસી બંધ પડ્યા હતા. દરમિયાન ક્રાઉડસ્ટ્રાઈક દ્વારા સંકેત આપવામાં આવ્યા હતા કે આ કોઈ સિક્યોરિટી ઈશ્યુ કે સાઈબર એટેક નહોતું.
જોકે, માઈક્રોસોફ્ટ આઉટેજને કારણે એપ્પલ ડિવાઈસ પર અસર જોવા મળી નહોતી, કારણ કે એપ્પલ થર્ડ પાર્ટી એપને આવા એક્સેસ નથી આપતા એટલે હવે માઈક્રોસોફ્ટે જ આ સમસ્યાનું નિરાકરણ શોધવું પડશે કે આવા મુશ્કેલીઓમાંથી કઈ રીતે બચી શકાય?
Also Read –