ટોપ ન્યૂઝનેશનલ

માઇક્રોસોફ્ટ ભારતમાં એઆઈ સેક્ટરમાં 1.5 લાખ કરોડનું રોકાણ કરશે…

નવી દિલ્હી : અમેરિકાની ટેક્નોલોજી જાયન્ટ કંપની માઇક્રોસોફ્ટે ભારતમાં અત્યાર સુધીના તેના સૌથી મોટા રોકાણની જાહેરાત કરી છે. પીએમ મોદી સાથે મુલાકાત કરીને માઇક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલાએ ભારતમાં 1.5 લાખ કરોડના રોકાણની જાહેરાત કરી છે. માઈક્રોસોફ્ટની રોકાણની જાહેરાત વૈશ્વિક ટેકનોલોજી ક્ષેત્રમાં ભારતના વધી રહેલા કદની સાક્ષી પૂરે છે. આ માઈક્રોસોફ્ટનું એશિયામાં અત્યાર સુધીનું સૌથી મોટું રોકાણ છે. માઈક્રોસોફ્ટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કુશળતા અને ક્ષમતાના નિર્માણમાં રોકાણ કરશે.

ભારતની AI મહત્વાકાંક્ષાઓને પણ નવી ગતિ મળી

પીએમ મોદી સાથે મુલાકાત બાદ બેઠક સત્ય નડેલાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર વડાપ્રધાન મોદી સાથેનો એક ફોટો શેર કર્યો. નડેલાએ લખ્યું, આજે સાંજે થયેલી આ બેઠકથી માત્ર ભારત-અમેરિકા ટેકનોલોજી સંબંધો મજબૂત નથી થયા પરંતુ ભારતની AI મહત્વાકાંક્ષાઓને પણ નવી ગતિ મળી.

એશિયામાં અમારું અત્યાર સુધીનું સૌથી મોટું રોકાણ

જયારે સત્ય નડેલાએ વધુમાં જણાવ્યું કે, ભારતમાં AI તકો પર પ્રેરણાદાયી વાતચીત કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર. દેશની મહત્વાકાંક્ષાઓને ટેકો આપવા માટે માઇક્રોસોફ્ટ 17.5 બિલિયન ડોલર (આશરે રૂપિયા 1.5 લાખ કરોડ) ના રોકાણનું વચન આપી રહ્યું છે. જે એશિયામાં અમારું અત્યાર સુધીનું સૌથી મોટું રોકાણ છે. આ રોકાણ ભારતના ‘AI-ફર્સ્ટ ફ્યુચર’ માટે જરૂરી માળખાગત સુવિધાઓ, કુશળતા અને સાર્વભૌમ ક્ષમતાઓનું નિર્માણ કરવામાં મદદ કરશે.

ભારતના યુવાનોની નાવીન્ય ક્ષમતામાં વિશ્વાસ વ્યક્ત કર્યો

આ ઉપરાંત પીએમ મોદીએ સત્ય નડેલાની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, જયારે AI ની વાત આવે છે ત્યારે દુનિયા ભારત પ્રત્યે આશાવાદી છે. સત્યા નડેલા સાથે ખૂબ જ વિસ્તુત ચર્ચા થઈ છે. તેમજ એ જાણીને આનંદ થાય છે કે ભારત હવે એ સ્થાન બની રહ્યું છે જ્યાં માઇક્રોસોફ્ટ એશિયામાં તેનું સૌથી મોટું રોકાણ કરશે. ભારતના યુવાનો આ તકનો ઉપયોગ યોગ્ય રીતે કરશે. માઇક્રોસોફ્ટની ઐતિહાસિક જાહેરાતનું સ્વાગત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના યુવાનોની નાવીન્ય ક્ષમતામાં વિશ્વાસ વ્યક્ત કર્યો.

આ પણ વાંચો…માઈક્રોસોફ્ટે વિન્ડોઝ 10 બંધ કર્યું, વિન્ડોઝ 10 હોય તો શું કરવાથી કોમ્પ્યુટર ચાલશે ?

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button