ધર્મતેજનેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

બુધ ઉદયઃ આ રાશિના જાતકોના જીવનમાં થશે બબાલ, જોઈ લો તમારી રાશિ તો નથી ને?

જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના રાજકુમાર બુધને બુદ્ધિ, ધન, વૈભવ, વિવેક અને વાણીના કારક ગણાવવામાં આવ્યા છે. કુંડળીમાં બુધની સ્થિતિ મજબૂત હોય તો જાતકને કરિયરમાં અવરોધનો સામનો નથી કરવો પડતો, તેમના જીવનમાં સુખ-સુવિધા અને ખુશહાલી રહી છે. પરંતુ એની સાથે સાથે જ બુધના અશુભ પ્રભાવને કારણે જાતકોને અનેક પ્રકારના કષ્ટનો સામનો કરવો પડે છે. વૈદિક પંચાગ અનુસાર બુધ આજે એટલે કે 28મી ઓગસ્ટના વહેલી સવારે 04.57 કલાકે કર્ક રાશિમાં ઉદય થયા છે. કર્ક રાશિમાં બુધના ઉદયથી અમુક રાશિના જાતકોને ફાયદો થઈ રહ્યો છે તો કેટલાક રાશિના જાતકોને તેને કારણે નુકસાન થઈ રહ્યું છે. આવો જોઈએ કઈ છે એ રાશિઓ જેમના જીવનમાં બુધ ઉદય થઈને બબાલ કરશે-

વૃષભઃ

Horoscope

વૃષભ રાશિના જાતકોને બુધના ઉદય થતાં જ આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડશે. ધન હાનિ થઈ રહી છે. વેપારમાં ઉતાર-ચઢાવ જોવા મળશે. ખર્ચ વધતાં માનસિક શાંતિ હણાઈ જશે. ઓફિસના કામમાં લાપરવાહી દેખાડવાનું ટાળો. કરિયરને લઈને કોઈ પણ નિર્ણય ખૂબ જ સમજી વિચારીને લો. જીવનમાં મુશ્કેલીઓ આવી રહી છે.

આ પણ વાંચો :ગ્રહોના રાજકુમાર બદલશે ચાલ, આ રાશિના જાતકો થશે માલામાલ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

કર્કઃ

The people of this zodiac sign will live like a king for the next two days.

કર્ક રાશિમાં જ બુધનો ઉદય થઈ રહ્યો છે અને તેઓ કર્ક રાશિની જ મુશ્કેલી વધારી રહ્યા છે. વાણી અને વર્તન બંને પર કન્ટ્રોલ રાખો. કોઈ પણ કામમાં મન નહીં લાગે. આત્મવિશ્વાસની કમી વર્તાશે. પ્રગતિના માર્ગમાં અવરોધ આવશે. નોકરી-કારોબારમાં પરિસ્થિતિ અનુકૂળ નહીં રહે. પરિવારના સભ્યો સાથે પણ મતભેદ થઈ શકે છે.

ધનઃ

ધન રાશિના જાતકોના જીવનમાં બુધના ઉદય થવાથી અવરોધ આવી રહ્યા છે. નોકરી-બિઝનેસમાં હરિફાઈ જોવા મળશે. કામમાં પડકારો વધશે. આર્થિક સમસ્યાનો સામનો કરવો પડશે. મન અશાંત રહેશે. પરિવારના સભ્યોનો સાથ-સહકાર નહીં મળે. જીવનસાથી સાથે અણબનાવ થશે. કોઈ પણ નિર્ણય ખૂબ જ સમજી વિચારીને લો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button