બુધ-ગુરુએ મળીને બનાવ્યો ખાસ યોગ, ત્રણ રાશિના જાતકો માટે શરૂ થયો Goodddyyy Gooddyyy Time…
સપ્ટેમ્બર મહિનાના હવે 10 દિવસ બાકી રહ્યા છે અને જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ પણ આ મહિનો ખૂબ જ મહત્ત્વનો રહેવાનો છે. તમારી જાણ માટે કે આ મહિનામાં ગ્રહોના રાજા સૂર્ય ગ્રહે કન્યા રાશિમાં પ્રવેશ કર્યો છે. આ ઉપરાંત સપ્ટેમ્બર મહિનામાં બુધ, શુક્ર, મંગળ અને ગુરુ જેવા મહત્ત્વના ગ્રહોમાંથી અનેક ગ્રહો પોતાની ચાલ બદલી ચૂક્યા છે કે પછી ચાલ બદલવા જઈ રહ્યા છે. એક જ મહિનામાં થઈ થઈ રહેલાં મહત્ત્વના ગ્રહોના ગોચરને કારણે અમુક રાશિના જાતકોના જીવનમાં કેટલાક ફેરફારો જોવા મળશે. એમાં પણ બુધ અને ગુરુની કેન્દ્ર દ્રષ્ટિ કેટલીક રાશિઓનું સૂતેલું ભાગ્ય જગાડશે.
આ પણ વાંચો: 24 કલાક બાદ ચંદ્ર ગ્રહણ પર ગ્રહોના સેનાપતિ બદલશે ચાલ, આ રાશિના જાતકો થશે માલામાલ…
મુંબઈના એક પ્રખ્યાત જ્યોતિષાચાર્યે આ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે 18મી સપ્ટેમ્બરથી વાણી, વિવેક, વેપારના કારક એવા ગ્રહોના રાજકુમા બુધે જ્ઞાન, વૈભવ અને વિવાહના કારક એવા ગુરુ સાથે 90 ડિગ્રી પર સમકોણીય અવસ્થામાં કેન્દ્ર દ્રષ્ટિ યોગ બનાવ્યો છે, જેને કારણે અમુક રાશિના જાતકોને પારાવાર લાભ થઈ રહ્યો છે. આવો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-
મિથુન રાશિના જાતકો માટે બુધ અને ગુરુને કારણે બનેલો કેન્દ્ર દ્રષ્ટિ યોગ લાભ થઈ રહ્યો છે. આ સમયે તમારી બુદ્ધિમત્તાનો પૂરેપૂરો લાભ મળશે. શિક્ષણ સાથે સંકળાયેલા લોકોને પણ આ સમયગાળામાં સફળતા મળી રહી છે. નોકરી કરી રહેલાં લોકોની જવાબદારીઓમાં વૃદ્ધિ થશે. વૈવાહિત જીવનમાં પણ ખુશહાલી આવશે. કુંવારા લોકો માટે સારા પ્રસ્તાવ આવશે.
બુધ ગુરુની કેન્દ્ર દ્રષ્ટિથી સિંહ રાશિના જાતકોના દિવસો પણ બદલાઈ રહ્યા છે. આ રાશિના જાતકોની બુદ્ધિમત્તા અને નિર્ણય લેવાની ક્ષમતામાં પણ વૃદ્ધિ જોવા મળશે. નેતૃત્વની ક્ષમતામાં વૃદ્ધિ થશે. સમાજમાં પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ જોવા મળે છે. વેપાર કરી રહેલાં લોકોના વેપારમાં વૃદ્ધિ થશે. નવો પ્રોજેક્ટ શરૂ થઈ શકે છે. પારિવારિક સંબંધ મધુર બનશે. લાઈફ પાર્ટનરની આવકમાં વધારો થતાં તમારી ખુશીનો પાર નહીં રહે.
ધન રાશિના જાતકો માટે આ યોગ અનુકૂળ સાબિત થશે. આ રાશિના જાતકો વિપરીત પરિસ્થિતિઓમાં પણ એકદમ એનર્જીથી ભરપૂર રહેશે. ઉચ્ચ અભ્યાસ કરી રહેલાં વિદ્યાર્થીઓ માટે સારો સમય રહેશે. ઉચ્ચ શિક્ષણમાં સફળતા મળશે. નોકરી કરી રહેલાં લોકોને પ્રમોશન મળવાના યોગ છે. બિઝનેસમાં કોઈ લાંબા સમયથી અટકી પડેલી ડીલ ફાઈનલ થઈ શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ સમય સારો રહેશે.