ડ્રગ્સના એડિક્ટ સાહિલ અને મુસ્કાનના જેલમાં બેહાલઃ સૌરભની માતાએ મોદીને કરી અપીલ

મેરઠઃ સૌરભના હત્યારા મુસ્કાન અને સાહિલ અત્યારે જેલની હવા ખાઈ રહ્યાં છે. જેલમાં પણ આ લોકોના નાટક પૂરા નથી થયાં. જેલ અધિકારીના જણાવ્યાં પ્રમાણે મુસ્કાન અને સાહિલે જેલમાં પણ સાથે રહેવાની માંગણી કરી રહ્યાં છે. મેરઠ જિલ્લા જેલમાં અલગ-અલગ બેરેકમાં બંધ મુસ્કાન રસ્તોગી અને સાહિલ શુક્લા બન્ને લાંબા સમયથી ડ્રગ્સનો નશો કરી રહ્યાં હતા. જેથી અત્યારે આ હત્યારાઓની સ્થિતિ વધુ ખરાબ ન થાય તે માટે જેલમાં નજીકથી દેખરેખ રાખવામાં આવી રહી છે. તપાસમાં દરમિયાન એવી વિગતો પ્રકાશમાં આવી છે કે, સાહિલ શુક્લા અને મુસ્કાન રસ્તોગી 2019થી ડ્રગ્સનો નશો કરી રહ્યાં હતાં.
બન્નેમાંથી કોઈના સંબંધી જેલમાં તેમને મળવા માટે નથી આવ્યાં
સૌથી મહત્વની વાત એ છે કે, આ હત્યારોને મળવા માટે હજી કોઈ પણ આવ્યું નથી. બન્નેના પરિવારજનો તેમનાથી કોઈ સંબંધ રાખવા માંગતા નથી એવું જાણવા મળ્યું છે. એટલું જ નહીં પરંતુ મુસ્કાન અને સાહિલે સાથે રહેવાની ઈચ્છા સાથે સાથે નશાની પણ માંગણી કરી છે. મુસ્કાન જેલમાં ઈન્જેક્શન માંગી રહી છે તો સાહિલ પણ ગાંજો પીવા માટે તડપી રહ્યો છે. પરંતુ જેલમાં આ બધુ મળી શકે નહીં. મીડિયા રિપોર્ટ પ્રમાણે મુસ્કાન જેલમાં ઓછું ખાવા ખાય છે અને એકલી જ રહે છે. મીડિયા અહેવાલ પ્રમાણે જ્યા મોટા ભાગે મહિલા કેદીઓને રાખવામાં આવે છે ત્યાં બેરેક નંબર 12 માં મુસ્કાનને રાખવામાં આવી છે અને સાહિલને બેરેક નંબર 18 માં રાખવામાં આવ્યો છે.
સાહિલ અને મુસ્કાન લાંબા સમયથી ડ્રેગ્સ લેતા હતા
સાહિલ અને મુસ્કાન 2019ની ડ્રગ્સનો નશો કરી રહ્યાં છે, જેથી અત્યારે જેલમાં ડૉક્ટરે તેમને નશા મુક્તિની દવાઓ આપી છે. હત્યારા સાહિલના રૂમમાંથી પોલીસને તાંત્રિક ચિન્હો, રાક્ષકના ચિત્રો અને શંકાસ્પદ લખાણો પણ મળી આવ્યાં હતાં. આરોપીઓએ 4 માર્ચે સૌરભની હત્યા કરી હતી. ત્યાર બાદ લાશના ટુકડા કરીને સિમેન્ટ સાથે ડ્રમમાં ભરી દીધા હતાં. પોલીસે હત્યાના ગુનામાં આરોપીઓને 18 માર્ચે ઝડપી પાડ્યાં હતાં.
આ પણ વાંચો…બેંગલુરુમાં માવઠું; રસ્તાઓ પાણીમાં ગરકાવ, 3 વર્ષના બાળકનું મોત
મુસ્કાન બાબતે પાડોશીએ શું કહ્યું?
મુસ્કાનની એક પાડોશીએ કહ્યું કે, પહેલા મુસ્કાનનો સ્વભાવ સામાન્ય હતો. પરંતુ સાહિલ જ્યારથી તેની જિંદગીમાં આવ્યો ત્યાંથી તે બેચેન રહેવા લાગી હતી. એટલું જ નહીં પરંતુ સાહિલ તેના ઘરે વારંવાર આવતો હતો, ત્યારેક દિવાલ કૂદીને આવતો અને ક્યારેક મોડી રાત્રે પણ આવતો હતો. પતિની હત્યા કરીને તેની લાશના ટુકડા ડ્રમમાં સિમેન્ટ સાથે ભર્યાં હતાં. પાડોશીએ કહ્યું કે, આ ડ્રમને ખસેડવા માટે, મુસ્કાને બાજુની શેરીમાંથી 7-8 મજૂરોને બોલાવ્યા હતા, પરંતુ ડ્રમ ભારે હોવાથી તેઓ ખસેડી શક્યા ન હતા એટલે તે પાછા જતાં રહ્યાં હતાં.
સૌરભની માતાએ મોદી-યોગીને કરી અપીલ
મુસ્કાનના માતા-પિતાએ તો એક દાખલો બેસાડી પોતાની દીકરીને ફાંસીની સજાની માગણી કરી જ અને દીકરીનાં આ કરતૂતને ઉઘાડા પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. ત્યારે હવે સૌરભ રાજપૂતની માતાએ પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને પત્ર લખી દીકરાને ન્યાય આપવાની અપીલ કરી છે. સૌરભની માતાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે મૃત્યુના એક દિવસ પહેલા એટલે 3જી માર્ચે સૌરભ રાત્રે ઘરે આવ્યો હતો, પરંતુ તેણે પત્ની સાથેના ઝગડા વગેરે વિશે વાત કરી ન હતી. જમવાનું પણ જમ્યો ન હતો અને પત્ની સાથે જમશે તેમ કહ્યું હતું. તે મુસ્કાનને ખૂબ જ પ્રેમથી રાખતો હતો. તેની આ રીતે હત્યા શા માટે કરી તેની એક એક માહિતી બહાર આવે અને મારા દીકરાને ન્યાય મળી રહે તેવી અપીલ કરી હોવાનું તેમણે જણાવ્યું હતું.