Ratan Tata થવું સહેલું નથી, જ્યારે કર્મચારીઓ હીરો ગિરવે મૂકવાનો વારો આવ્યો…

જાણીતા ભારતીય ઉદ્યોગપતિ રતન ટાટા (Ratan Tata) પોતાના દયાળુ સ્વભાવ અને દરિયાદિલીને કારણે જાણીતા છે. આજે જ રૂટિન ચેકઅપ માટે રતન ટાટા મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલ પહોંચ્યા હતા અને એ સમયે તેઓ બીમાર છે અને આઈસીયુ દાખલ છે એવી અફવાઓ ઉડી હતી. જોકે, બાદમાં ખુદ રતન ટાટાએ ટ્વીટ કરીને આ વાતનો ખુલાસો કર્યો હતો કે તેઓ રૂટિન ચેકઅપ માટે હોસ્પિટલ ગયા હતા અને કોઈએ પણ અફવાઓ પર વિશ્વાસ કરવો નહી. પરંતુ શું તમને ખબર છે કે રતન ટાટાનો આ દરિયાદિલ, દયાળુ સ્વભાવ કોની દેણ છે? હકીકતમાં આ એક મહિલાની દેણ છે, ચાલો તમને જણાવીએ કોણ છે આ મહિલા અને રતન ટાટા સાથે એમનો શું સંબંધ છે એ-
આ મહિલા બીજું કોઈ નહીં પણ રતન ટાટાના દાદી મેહરબાઈ ટાટા છે. રતન ટાટાના દાદાનું નામ રતનજી ટાટા. રતનજી ટાટાના ભાઈનું નામ દોરાબજી ટાટા અને આ દોરાબજી ટાટાના પત્ની હતા મેહરબાઈ ટાટા. આ રીતે મેહરબાઈ સંબંધમાં રતન ટાટાના દાદી થતાં હતા. તેણે ટાટા સ્ટીલને બચાવવા માટે પોતાનો 245 કેરેટનો જ્યુબિલી ડાયમંડ ગિરવે મૂક્યો હતો.
વિસ્તારથી વાત કરીએ કો 1920ના દાયકામાં ટાટા સ્ટીલ આર્થિક સંકટમાં ફસાયું અને એ સમયે તેને ટિસ્કો તરીકે ઓળખવામાં આવતું હતું. આ મુશ્કેલીમાંથી બહાર આવવા માટે હીરો ઈમ્પેરિયલ બેંકમાં મૂકવો પડ્યો હતો. પરંતુ આ એક પગલાંને કારણે કંપની બચી ગઈ અને પ્રગતિના રસ્તે આગળ વધવા લાગી.

આ પણ વાંચો : Maya નહીં આ જુવાનિયો સંભાળશે ટાટા ગ્રુપ, ટાટાના ઉત્તરાધિકારી તરીકે નવા નામની ચર્ચા
ત્યાર બાદમાં હીરો વેચીને મળેલી રકમમાંથી સર દોરાબજી ટ્રસ્ટ બનાવવામાં આવ્યું. પોતાની દાદી પાસેથી રતન ટાટાને આ ઉદારદિલ સ્વભાવ મળ્યો હતો અને હાલમાં થોડાક દિવસ પહેલાં જ રતન ટાટાએ ખુદ એનું ઉદાહરણ પૂરું પાડ્યું. ટીસ દ્વારા ટિચિંગ અને નોન ટિચિંગ સ્ટાફમાંથી 115 જણને છુટા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો, પણ રતન ટાટાએ આવું કરવાનો ઈનકાર કર્યો. એટલું જ નહીં ટાટા ટ્રસ્ટે ટીસને પાંચ કરોડ રૂપિયાની આર્થિક મદદ પણ કરી. ટાટા ટ્રસ્ટના પ્રમુખ ખુદ રતન ટાટા છે.