ઇન્ટરનેશનલનેશનલ

ગાઝા પર ઇઝરાયલના હુમલાથી મહેબુબાની આંખો છલકાઇ પેલેસ્ટાઈનનો ધ્વજ લઈને રસ્તા પર ઉતરી આવ્યા

ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધની અસર આખી દુનિયા પર દેખાઈ રહી છે. અમેરિકા સહિત વિશ્વના ઘણા મોટા દેશોએ હમાસની ક્રૂરતાની નિંદા કરી છે અને આ યુદ્ધમાં ઈઝરાયલનું સમર્થન કર્યું છે. આતંકવાદીઓ સામેના આ યુદ્ધમાં ભારત પણ ઈઝરાયલની સાથે છે. પરંતુ ભારતમાં જ કોંગ્રેસ સહિત કેટલાક પક્ષોના નેતાઓએ આ યુદ્ધમાં ઈઝરાયેલના સમર્થન સામે વાંધો વ્યક્ત કર્યો છે. શનિવારે પીડીપીના વડા મહેબૂબા મુફ્તીએ શ્રીનગરમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં પ્રદર્શનનું નેતૃત્વ કર્યું હતું.

ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે કેટલાક સંગઠનોએ જમ્મુ અને કાશ્મીરમાં પેલેસ્ટાઇનના સમર્થનમાં પ્રદર્શન કર્યું હતું. પેલેસ્ટાઈનને સમર્થન આપવા માટે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. પીડીપીના વડા મહેબૂબા મુફ્તીએ પેલેસ્ટાઈનના રાષ્ટ્રધ્વજ સાથે પેલેસ્ટાઈનના સમર્થનમાં પ્રદર્શનનું નેતૃત્વ કર્યું હતું.

આ દરમિયાન પોલીસ પણ વિરોધ કરી રહેલા લોકોને રોકવાનો પ્રયાસ કરતી જોવા મળી હતી. મહેબૂબા મુફ્તી વાહન પર સવાર થઈને પેલેસ્ટાઈનનો ધ્વજ લઈને વિરોધ કરી રહ્યા હતા. આ દરમિયાન પોલીસકર્મીઓ તેમને આમ કરતા રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા. રસ્તા પરની ભીડ નારા લગાવી રહી હતી: ઈઝરાયેલ ઈઝ ગો બેક…

ઇઝરાયલ-હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન અને પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તીએ ગાઝા પર ઈઝરાયલની કાર્યવાહી પર પોતાનું દર્દ વ્યક્ત કર્યું હતું. મહેબૂબા મુફ્તીએ કહ્યું હતું કે, પેલેસ્ટાઈનમાં જે થઈ રહ્યું છે અને ઈઝરાયલની સેના જે રીતે તેમના પર હુમલો કરી રહી છે તે દુઃખદાયક છે. મુફ્તીએ વધુમાં કહ્યું હતું કે હમાસ અને ઈઝરાયેલે લોકો સાથે જે કર્યું છે તેની અમે નિંદા કરીએ છીએ. ઈઝરાયલ દાયકાઓથી માનવ અધિકારોનું ઉલ્લંઘન કરી રહ્યું છે. યુવાનો અને વૃદ્ધોને મારી નાખવામાં આવે છે જેના પર કોઈ બોલતું નથી.

“ઈઝરાયલને અમેરિકા અને પશ્ચિમી દેશોનું સમર્થન છે. અમે પણ ઈઝરાયલમાં થયેલા મોતથી દુઃખી છીએ પણ જ્યારે ઈઝરાયલ નિર્દોષોને મારી નાખે છે ત્યારે તમે ક્યાં છો? આ ન્યાય નથી,” એમ મુફ્તીએ કહ્યું હતું.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker