
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીર અને હરિયાણા પોલીસે ફરીદાબાદમાં 300 કિલો એમોનિયમ નાઈટ્રેટ જપ્ત કર્યા બાદ એક ડોક્ટરની ધરપકડ કરી છે. જેની પર કેન્દ્રીય મંત્રી ગિરીરાજસિંહે મુસ્લિમ સમુદાય પર ટીપ્પણી કરીને પૂછ્યું કે આરોપી એક સમુદાયથી કેમ આવે છે. જે અંગે પીડીપી પ્રમુખ મહેબુબા મુફ્તીએ આકરી પ્રતિક્રિયા આપી છે. તેમજ પૂછ્યું છે કે ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધીને કોણે ગોળી મારી તેમજ આજે પણ મહાત્મા ગાંધીના ફોટાને કોણ આતંકી ગોળી મારે છે. જે સંસદમાં પણ ગયા હતા. આ સવાલના તે જવાબ આપે પછી આગળ વાત કરીશું.
બાબા બાગેશ્વરની યાત્રા ચાલી રહી છે
કેન્દ્રીય મંત્રી ગિરીરાજસિંહે મુસ્લિમ સમુદાય પર ટીપ્પણી કરતા સવાલ પૂછ્યો હતો. તેમણે કહ્યું કે આરોપી એક જ સમુદાયના કેમ હોય છે. તેમજ તેમણે આ કેસની તુલના વર્ષ 1993ના મુંબઈ બ્લાસ્ટ સાથે કરી અને વિસ્ફોટક જપ્ત કરવા અંગે કેન્દ્ર સરકારના વખાણ કર્યા હતા. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે મોદી સરકાર અને રાજ્ય સરકારે તેને પકડ્યો છે. જોકે, આ મુંબઈ બોમ્બ વિસ્ફોટો કરતાં વધુ ખતરનાક હતું. બાબા બાગેશ્વરની યાત્રા ચાલી રહી છે અને મોટી સંખ્યામાં લોકો તેમની સાથે હતા. જો તેમના પર હુમલો થયો હોત તો શું થયું હોત? પરંતુ જ્યારે પણ પકડાય છે ત્યારે તે હંમેશા એક જ સમુદાયનો વ્યક્તિ હોય છે. આ કેસમાં એક મુસ્લિમ ડૉક્ટરની ધરપકડ કરવામાં આવી છે.
આ દેશ માટે આઘાતજનક ઘટના
ગિરિરાજ સિંહે વિપક્ષી નેતાઓ પર આવી ઘટનાઓ પર મૌન રહેવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી હોય, લાલુ પ્રસાદ યાદવ હોય, અખિલેશ યાદવ હોય કે અસદુદ્દીન ઓવૈસી હોય, તેમણે આ અંગે કોઈ નિવેદન બહાર પાડ્યું નથી. આ નિંદનીય છે અને લોકોએ ચિંતા વ્યક્ત કરવી જોઈએ. આ દેશ માટે આઘાતજનક ઘટના છે.
આઈઈડી બનાવવાની સામગ્રી અને દારૂગોળો જપ્ત
તેમજ જે લોકો કહે છે કે આતંકવાદનો કોઈ ધર્મ હોતો નથી તેમને હું પૂછવા માંગુ છું કે પકડાયેલા બધા આતંકવાદીઓ મુસ્લિમ ધર્મના જ કેમ હોય છે? તે હંમેશા ધર્મ સાથે જોડાયેલો છે. જેમ પહલગામ આતંકવાદી હુમલા થયું હતું. આજે વહેલી સવારે જમ્મુ અને કાશ્મીર પોલીસે શોધખોળ દરમિયાન મોટી માત્રામાં આઈઈડી બનાવવાની સામગ્રી અને દારૂગોળો જપ્ત કર્યો.
આ પણ વાંચો…શું મહેબૂબા મુફ્તી આ વખતે ઇતિહાસ રચશે?



