આરએસએસના ટોચના દસ નેતાઓની તિરુવનંતપુરમમાં બેઠક
મોહન ભાગવત છેલ્લા અઠવાડિયાથી કેરળના પ્રવાસે હોવાથી લેવાયો નિર્ણય
તિરુવનંતપુરમ: આરએસએસના પ્રમુખ મોહન ભાગવત અને મહાસચિવ દત્તાત્રેય હોસાબલે સહિત ટોચના ૧૦ નેતાએ અહીં બે દિવસીય બેઠક યોજી હતી, જેને સૂત્રો દ્વારા સંગઠનની બે કારોબારી બેઠકો વચ્ચે થતી નિયમિત બાબત તરીકે ગણાવી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે આવી બેઠકોમાં વિકાસની ચર્ચા કરવામાં આવે છે. તિરુવનંતપુરમમાં યોજાયેલી બેઠકમાં માત્ર ટોચના ૧૦ નેતા જ હાજરી આપી રહ્યા છે.
આરએસએસના વડા રાજ્યના પ્રવાસે હોવાથી આ બેઠક કેરળમાં યોજાઈ હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે ભાગવત, ૭મી ઓક્ટોબરથી કેરળમાં છે, તેમણે કોઝિકોડમાં કેસરી સાપ્તાહિક દ્વારા આયોજિત અમૃતશતમ વ્યાખ્યાન શ્રેણી અને ૮મી ઓક્ટોબરે કોલ્લમમાં રાજ્ય સંઘચાલકોની બેઠક સહિત વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી.
અગાઉ મંગળવારે ભાગવતે અહીંના પ્રસિદ્ધ શ્રી પદ્મનાભસ્વામી મંદિરમાં પ્રાર્થના કરી હતી.
આરએસએસના નેતાઓની કેરળ મુલાકાત આવતા વર્ષે લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં તેની પાંખો ફેલાવવાની ભાજપની યોજના વચ્ચે યોજાઇ હતી.
ખ્રિસ્તી પ્રભુત્વ ધરાવતા નાગાલેન્ડ અને મેઘાલય સહિત ભાજપના પૂર્વોત્તર રાજ્યોનાં પરિણામોથી ઉત્સાહિત, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષે માર્ચમાં જાહેરાત કરી હતી કે પક્ષના નેતૃત્વ હેઠળનું જોડાણ આગામી વર્ષોમાં કેરળમાં પણ સરકાર બનાવશે.