Meerut Murder Case: આરોપી મુસ્કાનની સ્નેપચેટમાં મોટો ખુલાસો, પ્રેમી સાહિલ સાથે માતા બનીને વાત કરતી હતી..

મેરઠ : ઉત્તર પ્રદેશના બહુચર્ચિત મેરઠ હત્યા કાંડમા(Meerut Murder Case)રોજ નવા ખુલાસા પ્રકાશમાં આવી રહ્યા છે. સૌરભ હત્યા કેસના આરોપી મુસ્કાન રસ્તોગી અને તેના પ્રેમી સાહિલ શુક્લા હાલમાં મેરઠની જિલ્લા જેલમાં બંધ છે. જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. આ બંને ડ્રગ્સના વ્યસની છે અને વારંવાર નવી માંગણીઓ કરી રહ્યા છે. જેમાં આરોપી સાહિલ ગાંજો તો મુસ્કાન મૉર્ફિનનું ઇન્જેકશન માંગી રહી છે. તેમજ આ વસ્તુ ના મળતા તેમણે ભોજનનો ઇનકાર કર્યો છે. જ્યારે મુસ્કાનના સ્નેપચેટ પરથી નવો ખુલાસો પ્રકાશમાં આવ્યો છે.
આ પણ વાંચો: Meerut Murder Case: કોણ લડશે મુસ્કાનનો કેસ ? માતા-પિતાએ સબંધ તોડ્યો, મુસ્કાને કરી આ માગ
મુસ્કાન સાહિલની મૃત માતા બનીને વાત કરતી
જેમાં મળતી માહિતી મુજબ મુસ્કાને સ્નેપચેટ પર ત્રણ નકલી આઈડી બનાવી હતી, એક તેના પોતાના નામે, બીજું તેની માતાના નામે અને ત્રીજુ તેના ભાઈના નામે. મુસ્કાન તેના આઈડી પરથી સાહિલ સાથે તેની માતા તરીકે વાત કરતી હતી અને તેને કહેતી હતી કે તેની માતાનો ફરી જન્મ થયો છે અને તે તેની સાથે વાત કરે છે. તે સાહિલને તેના ભાઈ અને માતાના નકલી આઈડી બતાવતી અને કહેતી જુઓ મારો પરિવાર પણ તમારા અને મારા વચ્ચેના સંબંધ માટે તૈયાર છે. મુસ્કાન સાહિલની મૃત માતા બનીને સાહિલ સાથે આ રીતે વાત કરતી હતી.
સ્ક્રીનશોટ પરથી આ આખી ચેટનો ખુલાસો થયો
સાહિલ મુસ્કાનને પ્રેમથી મુસ્કાની નામે બોલાવતો હતો અને તેણે તેનો નંબર પણ તે જ નામથી પોતાના મોબાઈલમાં સેવ કર્યો હતો. મુસ્કાને સ્નેપચેટ પરની ચેટ્સ ડિલીટ કરી દીધી હતી. પરંતુ સાહિલે આ બધી ચેટ્સના સ્ક્રીનશોટ લઈને પોતાના મોબાઈલમાં સેવ કરી લીધા હતા. આ સ્ક્રીનશોટ પરથી આ આખી ચેટનો ખુલાસો થયો છે.