ચોમાસાની ઋતુમાં જીભમાં ચટાકા ભલે થાય, પણ આ વસ્તુઓથી રહેજો દૂર
What Not To Eat In Monsoon: વરસાદની મોસમમાં ઘણી વસ્તુઓનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક થઈ શકે છે. ખાવા પીવાની બાબતમાં રાખવામાં આવેલી બેદરકારીથી તમે બીમાર પડી શકો છો અને તમારી ઇમ્યુનિટી નબળી થઈ શકે છે. તો જાણો વરસાદની ઋતુમાં શું ખાવું જોઇએ ?
વરસાદની ઋતુમાં અનેક પ્રકારની બિમારીઓનું જોખમ વધી જાય છે. આ સિઝનમાં સાફ સફાઇ રાખવાની સાથે ડાયટમાં પણ બદલાવ કરવાની જરૂર હોય છે. ખાવા-પીવાની બાબતમાં પણ અમુક વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આયુર્વેદના મતે વરસાદની સિઝનમાં વાત વધે છે અને આ જ સમયમાં પીત પણ જમાં થવા લાગે છે. જેનાથી ઘણી બીમારીઓ વધવા લાગે છે. જો કે સાથે જ ઋતુગત બીમારીઓ પણ ઝપેટમાં લઈ શકે છે. આથી ખાણી-પીણીમાં અમુક વસ્તુઓને આ ઋતુમાં સ્થાન જ ન આપવું જોઈએ.
c- વરસાદના દિવસોમાં લીલા શાકભાજીનું સેવન ન કરવું જોઈએ. આ ઋતુમાં લીલા શાકભાજી દૂષિત પાણી અને કેમિકલોથી પ્રભાવિત થવા લાગે છે. લીલા શાકભાજીઓ પર એવા જંતુઓ આવી જાય છે કે જે દેખાતા નથી અને પાંદડાવાળા શાકભાજીઓને સંક્રમિત કરે છે. આથી પાંદવાળા શાકભાજી ભાજી, ચોળી, પાલક વગેરેનું સેવન ન કરવું જ હિતાવહ છે.
આ પણ વાંચો : Health: જેટલા દર્દ તેટલી દવાઓઃ તમારી સમસ્યાઓનું નિવારણ છે આ પાણી
માંસાહારથી દૂર રહેવું: વરસાદની ઋતુમાં નોનવેજ ખાવાથી દૂર રહેવું જોઈએ. આ મોસમમાં જંતુઓનું પ્રજનન ખૂબ ઝડપીહોવાથી નોનવેજ ખાવાથી ઇન્ફેકશનનો ખતરો ખૂબ જ વધી જાય છે. નોનવેજને પચાવવું પણ ઘણું મુશ્કેલ હોય છે અને આથી પેટમાં ગેસ અને કબજિયાત જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. આથી નોનવેજથી થોડું દૂર રહેવું આરોગ્ય માટે સારું રહે છે.
દહી: કહેવાય છે કે વરસાદ થયા બાદ દહીનું સેવન ન કરવું જોઈએ. આ ઋતુમાં દહીમાં સારા બેક્ટેરિયાની સાથે ખરાબ બેક્ટેરિયા પણ જન્મે છે. આથી પેટમાં ખરાબ બેક્ટેરિયા વધી શકે છે અને તમને પેટ સબંધિત સમસ્યાઓ થઈ શકે છે. ખાસ તો આ સમયમાં ખાટું દહી તો બિલકુલ નખાવું જોઈએ.
ડેરી પ્રોડક્ટ: વરસાદની ઋતુમાં તમારે શક્ય હોય તેટલી ડેરી પ્રોડક્ટ દૂધ, દહી, પનીર જેવી ચીજ વસ્તુઓનું સેવન ઓછું કરી દેવું જોઈએ. કારણ કે આ મોસમમાં ચયાપચયની પ્રક્રીયા મંદ પડી જાય છે અને આથી ડેરી પ્રોડક્ટ મોડેથી પચે છે. જેમાંથી શરીરમાં પીતની માત્રા વધવા લાગે છે.
પ્રોસેસ્ડ ફૂડ- વરસાદના દિવસોમાં બહારનો ખોરાક કે પ્રોસેસ્ડ ફૂડનું સેવન ન કરવું જોઈએ. તે પચવામાં ખૂબ જ મુશ્કેલ બની જાય છે. આ સમય દરમિયાન બને તેટલું ઓછું બ્રેડ, ચિપ્સ અથવા જેવો અન્ય ખોરાક લેવો જોઈએ. બહારનું જ્યુસ ન પીવું જોઈએ કારણ કે તેનાથી ઈન્ફેક્શન થઈ શકે છે. ઉપરાંત, તેલવાળા અને ઠંડા તળેલા ખોરાકને ટાળવો જોઈએ.