નેશનલ

માવઠાંએ ત્રીજા દિવસે દ. ગુજરાતમાં વિનાશ વેર્યો

૨૪ કલાકમાં રાજ્યના ૨૩૬ તાલુકામાં હળવાથી ભારે વરસાદ થયો હતો

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: રાજ્યમાં શનિવારે રાતે જૂનાગઢથી શરૂ થયેલા કમોસમી વરસાદે રવિવારે સમગ્ર રાજ્યમાં પારાવાર નુકસાન કર્યા બાદ સોમવારે સતત ત્રીજા દિવસે દક્ષિણ ગુજરાતનાં તાપી અને નવસારી સહિતના જિલ્લામાં ધોધમાર પાણી વરસાવ્યું હતું. રાજયમાં સોમવારે સાંજ સુધીમાં ૨૫ થી વધુ તાલુકામાં માવઠુ વરસ્યું હતુ. સોમવારે સવારથી સાંજ સુધીમાં તાપી જિલ્લાના કૂકરવાડામાં બે ઇંચ જેટલું પાણી વરસ્યું હતું જ્યારે નવસારી, કપરાડા, ચીખલી, જલાલપોર, સુરત, અને બનાક કાંઠા જિલ્લામાં પણ માવઠું યથાવત્ રહ્યું હતું. દરમિયાન સોમવારે સવારે પુરા થતાં છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૨૩૬ તાલુકામાં હળવોથી ભારે વરસાદ થયો હતો. નર્મદા જિલ્લામાં સાગબારામાં છ ઇંચ, ડેડીયાપાડામાં ૨.૫ ઇંચ, ગરુડેશ્ર્વરમાં ૨.૪ ઇંચ, નાંદોદમાં ૨.૧ ઇંચ અને તિલકવાડામાં ૧.૧ ઇંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યના ૧૦ તાલુકામાં ૩.૧થી ૬ ઇંચ, ૧૮ તાલુકામાં ૨.૧થી ૩ ઇંચ અને ૮૦ તાલુકામાં ૧થી ૨ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button