આ પવિત્ર દિવસે કુંભમેળામાં જાઓ તો ધ્યાન રાખજોઃ કરોડો મુલાકાત લે તેવી સંભાવના…

પ્રયાગરાજઃ મૌની અમાસ પહેલા પ્રયાગરાજમાં(prayagraj)ચાલી રહેલા મહાકુંભમાં(mahakumbh)ભક્તોનો મેળાવડો જોવા મળી રહ્યો છે. અહેવાલ અનુસાર જેમ જેમ અમાસ નજીક આવતી જાય છે તેમ તેમ શહેરમાં ભક્તોની ભીડ વધતી જાય છે. દેશ-વિદેશમાંથી લોકો સંગમમાં સ્નાન કરવા માટે પ્રયાગરાજ આવી રહ્યા છે. જેને પરિણામે શહેરના રેલ્વે સ્ટેશન, બસ સ્ટોપ પર લોકોની ભીડ જોવા મળે છે. માહીતી મુજબ શુક્રવાર અને શનિવારે 1.25 કરોડથી વધુ ભક્તોએ ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું હતું. એહવાલ અનુસાર મૌની અમાસે અંદાજે 10 કરોડ ભક્તો સંગમમાં ડૂબકી લગાવશે તેવો અંદાજ લગાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો : ઉત્તર પ્રદેશનાં ચાર ભાગલા થશે! યોગી આદિત્યનાથે નિવેદન આપ્યું, સનાતન ધર્મ અંગે પણ ચીમકી ઉચ્ચારી
ક્યારે છે મૌની અમાસ અને કેવી છે તૈયારી
બે દિવસ બાદ એટલે કે 29મી જાન્યુઆરી, બુધવારના દિવસે મૌની અમાસ છે. પ્રયાગરાજમાં એક જ દિવસમાં અંદાજે 10 કરોડ શ્રદ્ધાળુઓ ઉમટી પડે તેવી સંભાવના છે. પ્રયાગરાજ આવતા ભક્તોને કોઈ અગવડ ન પડે તે માટે વહીવટી તંત્ર અને પોલીસે ખૂબ તૈયારીઓ કરી છે. મહાકુંભમાં વ્યવસ્થા જાળવાઈ રહે તે માટે મેળા વિસ્તારને નો-વ્હીકલ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. ઉપરાંત ભક્તોની અવરજવર રહે તે માટે તમામ ક્ષેત્રો અને ઝોનમાં વિશેષ વ્યવસ્થાઓનુ આયોજન કરવામાં આવ્યું છે. ભક્તોને માર્ગદર્શન આપવા માટે મહાકુંભ વિસ્તારમાં બે હજારથી વધુ સાઈન બોર્ડ લગાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો : પ્રયાગરાજમાં આજે લાગશે જ્યોતિષનો મહાકુંભ
સ્નાન માટે મહત્વના દિવસો કયો છે
મકરસંક્રાંતિથી લઈને દરેક દિવસોમાં સંગમમાં ડૂબકી મારવી પવિત્ર માનવામાં આવે છે, પરંતુ સ્નાનની કેટલીક વિશેષ તારીખો છે, જેને અમૃત સ્નાન તરીકે ઓળખવામાં આવે છે. પ્રથમ અમૃતસ્નાન મકરસંક્રાંતિના દિવસે કરવામાં આવ્યું હતું, ત્યારબાદ હવે મૌની અમાસ 29 જાન્યુઆરીએ આવી રહ્યો છે. જે મહાકુંભનું બીજું અમૃતસ્નાન છે. આ ઉપરાંત 3જી ફેબ્રુઆરી વસંત પંચમી, 12મી ફેબ્રુઆરી માઘી પૂનમ અને 26મી ફેબ્રુઆરી મહા શિવરાત્રિના રોજ સ્નાનનું મહત્વ હોય છે. યુપી સરકારે (UP goverment) સ્નાન માટે 12 કિલોમીટર લાંબો ઘાટ તૈયાર કર્યો છે. ઘાટ પર ભીડ ન થાય તે માટે ક્લિયરન્સ ટીમો તૈનાત કરવામાં આવી છે.