દારુલ ઉલૂમે કાળઝાળ ગરમીથી બચવા તમામ મુસ્લિમોને અપીલ કરી કે…
નવી દિલ્હીઃ માણસો ભલે જાત ધર્મ જૂએ, પર્યાવરણ અને પ્રકૃતિ નતી જોતી. આખું વિશ્વ ગ્લોબલ વૉર્મિગના સકંજામાં છે. ભારતમાં ક્યારેય ન અનુભવાયેલી હોય તેવી ગરમી આ વર્ષે અનુભવાઈ રહી છે ત્યારે મુસ્લિમોને આ વાતાવરણથી બચવા અને તેમાં સુધાર લાવવા અપીલ કરવામાં આવી છે. જોકે આ ફતવો માત્ર મુસ્લિમોએ નહીં તમામે અનુસરવાની જરૂર છે.
ખાલિદ રશીદ ફિરંગી મહેલે કહ્યું કે દારૂલ ઉલૂમ ફિરંગી મહેલે એક ફતવો બહાર પાડ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે અલ્લાહે આ દુનિયાના તમામ મનુષ્યો અને પ્રાણીઓને આર્શીવાદ રૂપે જે પ્રકૃતિ આપી છે તેની રક્ષા કરવી એ તમામ મનુષ્યોની ફરજ છે.
છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં ભીષણ ગરમી પડી રહી છે, જેના કારણે અનેક લોકોના મોત થયા છે. આવા કિસ્સામાં, ઇસ્લામિક સેન્ટર ઓફ ઇન્ડિયા દ્વારા એક ફતવો બહાર પાડવામાં આવ્યો છે, જેમાં લોકોને ગરમીથી બચવાની અપીલ કરવામાં આવી છે. જેમાં મુસ્લિમ ધર્મગુરુ મૌલાના ખાલિદ રશીદ ફિરંગી મહલીએ ગરમીથી રક્ષણ માટે ખાસ અપીલ કરી છે.
તેમણે કહ્યું કે વધતી જતી ગ્લોબલ વોર્મિંગ, પ્રદૂષણ અને ગરમી તેમજ હીટવેવને ધ્યાનમાં રાખીને કાર્યકર્તા જનાબ તારિક ખાને એક દારુલ ઉલૂમ ફિરંગી મહેલમાં પ્રશ્નાવલિ દાખલ કરી હતી અને પૂછ્યું હતું કે શું ઇસ્લામ તેને રોકી શકે છે.
ખાલિદ રશીદ ફિરંગી મહેલે વધુમાં કહ્યું કે, દારૂલ ઉલૂમ ફિરંગી મહેલે એક ફતવો બહાર પાડ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે અલ્લાહે આ દુનિયાના તમામ મનુષ્યો અને પ્રાણીઓ માટે જે આશીર્વાદ ફરમાવ્યા છે તેની રક્ષા કરવી એ તમામ મનુષ્યોની ફરજ છે. ફતવામાં વધુમાં કહેવામાં આવ્યું છે કે પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગથી દરેકને બચાવવા માટે આપણે બધાએ વૃક્ષો વાવી જોઈએ.’
મૌલાના ખાલિદ રશીદ ફિરંગી મહલીએ વધુમાં જણાવ્યું હતું કે પયગમ્બર-એ-ઈસ્લામે પણ કહ્યું છે કે જ્યાં સુધી વ્યક્તિ એક વૃક્ષ વાવે ત્યાં સુધી લોકોને તેનો લાભ મળતો રહેશે. પાણીનો બગાડ કરવો એ પાપ છે, તેમ પણ તેમણે જણાવ્યું છે. મઝહબ-એ-ઈસ્લામમાં કહેવામાં આવ્યું છે કે તમામ નદીઓ, સમુદ્રો અને નહેરો અલ્લાહની ભેટ છે, જેની જાળવણી આપણા સૌની મૂળભૂત ફરજ છે.
ફિરંગી મહાલીએ કહ્યું કે જો તમે યુદ્ધની સ્થિતિમાં હોવ તો પણ તમારે તમારા દુશ્મન દેશના ખેતરો કોઠારને નુકસાન ન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આ બધી વસ્તુઓથી આપણે ઓઝોન સ્તરને થતા નુકસાનને બચાવી શકીએ છીએ અને વધતી ગરમીથી બચી શકીએ છીએ.