મથુરામાં જન્માષ્ટમી ઉજવણીમાં સીએમ યોગી સામેલ થશે, શહેર લશ્કરી છાવણીમાં તબદીલ

મથુરા : ભગવાન શ્રી કૃષ્ણના જન્મ દિવસ જન્માષ્ટમીને પગલે મથુરામાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેમજ ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ પણ આજે મથુરા આવવાના છે. જેના પગલે સમગ્ર મથુરા લશ્કરી છાવણીમાં તબદીલ થયું છે. જેમાં ભક્તોની સુરક્ષા માટે શહેરને ચાર ઝોન અને 18 સેક્ટરમાં વિભાજીત કરવામાં આવી છે. તેમજ 5000 પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે.
મથુરામાં જન્માષ્ટમી સમારોહમાં હાજરી આપશે
આ અંગે એક સત્તાવાર નિવેદન અનુસાર ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ શનિવારે મથુરામાં જન્માષ્ટમી સમારોહમાં હાજરી આપશે. મુખ્ય મંત્રી શ્રી કૃષ્ણ જન્મસ્થળ પર પૂજા અર્ચના કરશે અને પરિસરમાં વૃક્ષારોપણ કરશે.
ભારે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી
યુપીના સીએમ યોગી આદિત્યનાથ બાદ પાંચજન્ય સભાગૃહના કાર્યક્રમમાં મથુરાની વિકાસલક્ષી યોજનાનું પણ ઉદ્ઘાટન પણ કરશે. તેમજ સંતોની સન્માન કરશે અને ગોવર્ધન પર્વત અને દસ્તાવેજી ફિલ્મ પણ નિહાળશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર મથુરાની જેમ વૃંદાવન અને તીર્થસ્થળો પર ભારે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ ત્રણ દિવસ સુધી ઉજવણીના પગલે શહેરમાં તમામ પ પ્રકારના ભારે વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
આપણ વાંચો: જન્માષ્ટમીની મધ્યરાત્રીએ ક્યારે છે લડ્ડુ ગોપાલની પૂજાનું શુભ મુહૂર્ત? જાણો સાચો સમય…