ભારે વરસાદની આગાહીના પગલે માતા વૈષ્ણોદેવી યાત્રા ત્રણ દિવસ માટે સ્થગિત | મુંબઈ સમાચાર
નેશનલ

ભારે વરસાદની આગાહીના પગલે માતા વૈષ્ણોદેવી યાત્રા ત્રણ દિવસ માટે સ્થગિત

કટરા : જમ્મુ કાશ્મીરમાં શ્રી માતા વૈષ્ણોદેવી યાત્રા ત્રણ દિવસ માટે કામચલાઉ રીતે સ્થગિત કરવામાં આવી છે. હવામાન વિભાગે ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. જેના પગલે શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડે યાત્રાળુઓની સલામતીને પ્રાથમિકતા આપતા આ નિર્ણય લીધો છે. આ યાત્રા 5 થી 7 ઓક્ટોબર સુધી સ્થગિત રહેશે.

વૈષ્ણો દેવી યાત્રા 5 થી 7 ઓક્ટોબર સુધી સ્થગિત

ભારતીય હવામાન વિભાગે ભારે વરસાદની ચેતવણી આપી છે. શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું હતું કે, “ભારતીય હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલી ગંભીર હવામાન ચેતવણીના પગલે વૈષ્ણો દેવી યાત્રા 5 થી 7 ઓક્ટોબર સુધી સ્થગિત રહેશે. જયારે આ યાત્રા બુધવારે ફરી શરૂ થશે.

હવામાન સામાન્ય ન થાય ત્યાં યાત્રા સ્થગિત રાખવા અપીલ

આ ઉપરાંત ભારે વરસાદ બાદ કટરાથી ભવન સુધીના યાત્રા માર્ગ પર ભૂસ્ખલનની શક્યતાને કારણે આ પગલું લેવામાં આવ્યું છે. શ્રાઈન બોર્ડના અધિકારીઓએ જણાવ્યું હતું કે હવામાન વિભાગે આગામી 72 કલાક માટે જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદ અને તોફાનની ચેતવણી જાહેર કરી છે.

રાહત અને બચાવ કામગીરી માટે ટીમો તૈયાર

આ સમયગાળા દરમિયાન, પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન અને રસ્તામાં અવરોધ થવાનું જોખમ છે. તેમજ બોર્ડે શ્રદ્ધાળુઓને હવામાન સામાન્ય ન થાય ત્યાં સુધી તેમની યાત્રા મુલતવી રાખવા અપીલ કરી છે. રાહત અને બચાવ કામગીરી માટે ટીમો તૈયાર છે.

આ પણ વાંચો…ત્રણ અઠવાડિયા બાદ વૈષ્ણોદેવી યાત્રા ફરી શરૂ: ભૂસ્ખલનના કારણે થઈ હતી યાત્રા સ્થગિત

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button