ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેઓ એની સાથે સાથે જ ફરવાના પણ એટલા જ શોખિન છે. દર થોડાક સમયે તે કોઈને કોઈ જગ્યાએ ફરવા માટે ઉપડી જાય છે અને હવે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર દુનિયાની સાત અજાયબીમાંથી એક એવી આગ્રાના તાજ મહેલ જોવા માટે પહોંચ્યા હતા અને એ પણ સપરિવાર… જેના ફોટો સોશિયલ મીડિયા પર આગની જેમ વાઈરલ થઈ રહ્યા છે.
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર વેલેન્ટાઈન ડેના એક દિવસ બાદ જ પ્રેમની નિશાની તરીકે ઓળખાતા તાજ મહેલની મુલાકાત લેવા પહોંચ્યા હતા. એટલું જ નહીં ત્યાં સચિને પત્ની અંજલિ સાથે ફોટોશૂટ પણ કરાવ્યું હતું. સચિને ગાઈડને તાજ મહેલ બનાવ્યા બાદ શાહજહાંએ તાજ મહેલ બનાવનારા કારીગરોના હાથ કપાવી નાખ્યા હતા કે કેમ એ અંગેની પોતાની શંકાનું સમાધાન પણ કર્યું હતું.
સચિનને આગ્રાના તાજમહેલ ખાતે જોઈને ફેન્સ પણ એકદમ આનંદમાં આવી ગયા હતા અને અને તેમણે સચિન સચિનની બૂમો પાડવા લાગ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે 20213માં મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે પોતાની છેલ્લી ટેસ્ટ મેચ રમીને સચિને ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો. અહીંયા તમારી જાણ માટે કે સચિન તેંડુલકરના નામે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય રન છે. સચિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 34 હજારથી વધુ રન બનાવીને એક અનોખો વિક્રમ બનાવ્યો છે.
સચિન તેંડુલકર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેઓ પોતાના એકાઉન્ટ પરથી વીડિયો અને ફોટો શેર કરતો રહે છે જે ગણતરીની સેકન્ડમાં વાઈરલ થઈ જાય છે. હાલમાં થોડાક સમય પહેલાં જ સચિન આ રીતે જ પોતાના એક ડાય હાર્ડ ફેનને મળ્યો હતો જે સચિનના નામની જર્સી પહેરીને ફરી રહ્યો હતો અને સચિને એની સાથે વાતચીત કરીને એનો વીડિયો પણ પોતાના એકાઉન્ટ પરથી પોસ્ટ કર્યો હતો જે આગની જેમ વાઈરલ થઈ ગયો હતો.
Taboola Feed