અયોધ્યા: ગઈ કાલે અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઇ ગાય બાદ, આજે ભગવાન શ્રી રામના દર્શન કરવા લોકો અયોધ્યા ધામમાં ઉમટવા લાગ્યા છે. અયોધ્યા પહોંચી રહેલા હજારો લોકો વહેલી તકે રામલલ્લાના દર્શન કરવા માંગે છે. મોડી રાતથી જ શ્રી રામ જન્મભૂમિ પર બનેલા મંદિરમાં ભક્તોની લાંબી કતારો લાગી ગઈ છે.રામ મંદિરના મુખ્ય દ્વારની બહાર મોડી રાતથી જ ભક્તોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. રાત્રે 2 વાગ્યાથી અહીં મોટી સંખ્યામાં લોકો એકઠા થવા લાગ્યા હતા. લોકો ‘જય શ્રી રામ’ના નારા લગાવીને મંદિરમાં પ્રવેશી રહ્યા છે.
આ સાથે અયોધ્યાના સ્થાનિક લોકો પણ રામ મંદિરમાં દર્શન અને પૂજા માટે પહોંચી રહ્યા છે.ગઈ કાલે પ્રાણ પ્રતિષ્ઠા બાદ સાંજે લોકોએ મંદિરમાં દર્શન માટે પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે મીડિયાકર્મીઓના કેમેરા પણ બંધ કરી દીધા હતા. આજે મંગળવારની સવારના વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર થઈ રહ્યા છે, જેમાં ભક્તોની ભારે ભીડ જોઈ શકાય છે. દેશના વિવિધ ભાગોમાંથી ભક્તો અહીં દર્શન માટે આવ્યા છે. પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામ મંદિર આજે સવારથી ભક્તો માટે ખુલી ગયું છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે રામ ભક્તો મંદિરમાં દર્શન માટે પ્રવેશ કરી રહ્યા છે. આગામી દિવસોમાં અહીં ભારે ભીડ પહોંચે તેવી શક્યતા છે. આવા સંજોગોમાં પોલીસ માટે ભક્તોની ભીડને નિયંત્રિત કરવી પડકારરૂપ બની રહ્યું છે.મંદિરમાં 12 પ્રવેશદ્વાર છે, જેમાંથી દર્શન માટે પ્રવેશ ફક્ત સિંહમાંથી જ થઇ શકે છે.