ચપ્પલ બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ, 33 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે હાજર ભીષણ આગ
33 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે હાજર
નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીના પીરાગઢી વિસ્તારની એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ગુરુવારે વહેલી સવારે દિલ્હીના પીરાગઢી વિસ્તારમાં ચપ્પલની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. ફાયર બ્રિગેડને સવારે લગભગ 4:00 વાગ્યે ઘટનાની માહિતી મળી હતી.
આગના કારણે આ વિસ્તારમાં અરાજકતા ફેલાઇ ગઇ હતી. જાણવા મળ્યા મુજબ જે ફેક્ટરીમાં આગ લાગી હતી તે મેટ્રો સ્ટેશન પાસે છે. આગ એટલી ભયાનક હતી કે તેની જ્વાળાઓ ઊંચી ઉઠતી દૂર દૂર સુધી જોવા મળી હતી.
આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની 33 ગાડીઓ ઘટના સ્થળે પહોચી ગઇ છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આગ લાગવાનું કારણ હજી સુધી સ્પષ્ટ થયું નથી. આગને પરિણામે જાનહાજી કે કોઇને ઇજા થઇ હોવાના સમાચાર હજી સુધી જાણવા મળ્યા નથી. પીરાગઢી મેટ્રો સ્ટેશન પાસે સ્થિત આ ફેક્ટરીમાં ચપ્પલ બનાવવાનું કામ થાય છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.