નેશનલ

લિબિયામાં ચક્રવાતી તોફાનનું તાંડવ: પૂરને કારણે 3 હજારના મોત: 10 હજાર લોકો ગૂમ


કાહિરા: લિબિયામાં ડેનિયલ ચક્રવાતી તોફાનને કારણે પૂર આવતા અત્યાર સુધી 3 હજાર લોકોના મૃત્યુ થયા છે. આ પૂરમાં 10 હજારથી વધુ લોકોની ભાળ ન મળી હોવાથી મૃત્યુઆંક હજી વધવાની શક્યાતાઓ છે.


અત્યાર સુધી માત્ર 700 મૃતદેહોની ઓળખાણ થઇ શકી છે. એટલું જ નહીં પણ બચાવ કામગીરી કરી રહેલ 123 જવાનોનો પણ પત્તો નથી લાગ્યો. 12 જવાનોનું મૃત્યુ થયું છે. પુરને કારણે હવાઇ મથકો પણ પાણીમાં ડૂબી ગયા હોવાથી હાલમાં અહી પ્લેનને ઊતારવા માટે કોઇ જગ્યા નથી. તેથી માલ વાહક વિમનો પણ ઉતારી શકાતા નથી. આ તમામને કારણે હાલ અહીં મદદ પહોંચાડવી પણ મૂશ્કેલ બની છે. પાછલાં 100 વર્ષોમાં આવું પુર ક્યારેય ન આવ્યું હોવાનું કહેવાઇ રહ્યું છે.


પ્રાપ્ત વિગતો અનુસાર અહીં વાવાઝોડા બાદ ધોધમાર વરસાદ થતાં બે ડેમ ઓવર ફ્લો થતાં લિબિયાના પૂર્વમાં આવેલ ડેર્ના શહેરનો લગભગ એક ચતુર્થાંશ ભાગ ડૂબી ગયો છે. એકલા ડેર્ના શહેરમાંથી 1 હજારથી વધુ મૃતદેહો મળી આવ્યા છે. આ શહેરના 6 હજારથી વધુ લોકોની હજી સુધી ભાળ મળી નથી. એક મીડિયા રિપોર્ટ મુજબ મૃતકોની સંખ્યા 10 હજારથી ઉપર જઇ શકે છે તેમ કહેવાઇ રહ્યું છે. એક લાખથી વધુ લોકો ખોવાયા હોવાની શક્યતાઓ વર્તાઇ રહી છે. હાલમાં અંગે કોઇ પણ અધિકૃત આંકડા મળી નથી રહ્યાં. એમ આરોગ્ય પ્રધાન અબ્દુલ અલીએ કહ્યું હતું.


1 લાખ 25 હજાર નાગરિકોનાશા ડેર્ના શહેરમાં જાણે હાહાકાર મચી ગયો છે. ઠેર ઠેક વૃક્ષો ઘરાશાયી થયા હોવાનું જોવા મળી રહ્યું છે. વાહનો તણાઇ ગયા છે. ઠેર ઠેર તૂટેલા ઘરો દેખાઇ રહ્યાં છે. સમૃદ્રમાં, પહાડો પર, ઇમારતોની નીચે જ્યાં જુઓ ત્યાં મૃતદેહો દેખાઇ રહ્યાં હોવાનું મીડિયા રિપોર્ટ દ્વારા કહેવામાં આવી રહ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button